2000 Currency Note: આટલા સરળ મુદ્દામા સમજો 2000 ની નોટનુ શું કરશો, ક્યા જમા કરાવવી; ક્યા સુધીમા જમા કરાવવી

2000 Currency Note: 2000 નોટબંંધી: ભારતીય રિઝર્વ બેંકે RBI એ એક સર્કયુલર બહાર પાડી જાહેરાત કરી છે કે તે હવે 2000 ની નોટ નુ સર્કયુલેશન બંધ કરશે અને આ નોટને ચલણ મા થી પાછી ખેંચશે. જો કે લોકોએ આ અંગે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. 2000 ની નોટ ચલણમા હાલ માન્ય જ રહેશે. અને તેનાથી કોઇ પણ વ્ય્વહાર કરી શકાય છે. ત્યારે આ 2000 નોટબંંધી અંગે લોકોમા ઘણા પ્રશ્નો થઇ રહ્ય છે. ચાલો જાણીએ કે આ 2000 ની નોટસ કઇ રીતે બદલવી ? ક્યા જમા કરાવવી ? ક્યા સુધી માન્ય રહેશે ?

2000 Currency Note

વર્ષ 2016 મા 500 અને 1000 ની નોટબંધી બાદ RBI દ્વારા 2000 Currency Notes ચલણમા આવી હતી. અત્યારે 2000 ની નોટ ચલણમા સૌથી મોટી રકમની નોટ છે. ત્યારે સંગ્રહખોરી અને કાળાનાણા જેવા કારણોસર ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી આ 2000 ચલણમાથી પાછી ખેંચવા અંગે જાહેરાત કરવામા આવી છે. તેમા બેંકોને હવે 2000 ની નોટ સર્કયુલર ન કરવા સલાહ આપવામા આવી છે. ૮ વર્ષ બાદ 2000 પરત ખેંચવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

2000 નોટબંંધી

2000 Currency Notes બદલવા માટે તમે કોઇ પણ બેંકમા અથવા રીઝર્વ બેંકની 19 શાખાઓ પર જઇ શકો છો. બેંકની કોઇ પણ બ્રાંચમા તારીખ 23 મે થી લોકો 2000 ની નોટ બદલી શકસે. આ ઉપરાંત RBI ની 19 બ્રાંચ મા પણ આ નોટ બદલી શકાસે. આ માટે બેંકોમા નોટ બદલવા માટે અલગ વિંડો ખોલવામા આવશે. એક વખતમા 2000 ની 10 નોટ એટલે કે રૂ.20000 બદલી શકાસે. આ નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધીમા બેંકમા જમા કરાવવાની અથવા બદલવાની રહેશે.

2000 ની નોટ નું હવે શું થશે ?

જો તમારી પાસે 2000 ની નોટ હોય તો તમારે જરાપણ ચિંતા કરવાની જરૂર નથી. 2016 મ અજે નોટબંધી કરવામા આવી હતી એવી આ નોટબંધી નથી. આ નોટ ચલણમા માન્ય જ રહેશે અને તેનાથી માર્કેટમા કોઇ પણ વ્યવહાર કરી શકાય છે. 30 સપ્ટેમ્બર સુધીમા આ નોટ લોકોએ બેંકમા જમા કરાવવાની રહેશે અથવા બદલવાની રહેશે. કારણ કે આ 2000 ની નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી ધીમે ધીમે પરત ખેંચવામા આવશે. એટલે કે આ નોટને તબક્કાવાર રીતે ચલણમા થી બહાર કાઢવામાં આવશે. જો તમે અત્યારે માર્કેટમાં જશો 2000 ની નોટ થી લેવડ-દેવડ કરી જ શકો છો. પરંતુ એ સાચું છે કે જો તમારી પાસે આ નોટો હોય તો તેને આરામથી બેંકમાં પરત કરો અને તેના બદલે બીજી નોટો લઈ લો.

નોટ બદલવાના નિયમો શું છે ?

2000 ની આ નોટો બદલવા માટે લોકોને પૂરો સમય આપવામા આવ્યો છે.
30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક ની બ્રાંચ મા 2000 Currency Notes બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં આ નોટ બદલી અથવા જમા કરાવી શકાશે. તમે એક સમયે 20000 રૂપિયા બદલી શકો છો. RBI ની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે. તમને જણાવી દઈએ કે, RBI એ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં રૂ. 500 અને 100 ની નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ ચલણમા બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી પરત ખેંચવામા આવનાર છે.

2016 ની નોટબંધી કરતા શું અલગ છે ?

2016માં રૂ 500 અને 1000 ની નોટબંધી બાદ લોકોમા અરાજકતા સર્જાઈ હતી
નવેમ્બર 2016 માં નોટબંધી પછી કેટલાક મહિનાઓ સુધી દેશમાં ઘણી અરાજકતા સર્જાઇ હતી. જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા લોકોને બેંકોમાં આખો દિવસ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. પરંતુ આ વખતે 2 હજારની નોટ ચલણમાંથી બહાર નહીં કરાતાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ચલણમા તો આ 2000 ની નોટ ચાલુ જ રહેશે. અને લોકોએ બેંકોમા લાઇનમા ઉભા રહેવા જેવી તકલીફો નહિ વેઠવી પડે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
2000 Currency Note
2000 Currency Note

FaQ’s

2000 ની નોટ ચલણમા ચાલુ રહેશે ?

હા, 2000 ની નોટ ચલણમા ચાલુ જ છે અને તેનાથી તમે માર્કેટમા કોઇ પણ વ્યવહાર કરી શકો છો.

2000 Currency Note ક્યારથી બદલી શકાસે ?

23 મે થી

2000 Currency Note ક્યા સુધી બેંંકોમા બદલી શકાસે ?

30 સપ્ટેમબર 2023

2000 Currency Notes ક્યા બદલી શકાસે ?

બેંકોની કોઇ પણ શાખામા આવી નોટ બદલી શકાસે.

3 thoughts on “2000 Currency Note: આટલા સરળ મુદ્દામા સમજો 2000 ની નોટનુ શું કરશો, ક્યા જમા કરાવવી; ક્યા સુધીમા જમા કરાવવી”

Leave a Comment

error: Content is protected !!