About Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગની નવી અપડેટ ગુજરાતમા ટકરાશે કે નહિ? શું થશે અસરો ?

About Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગની નવી અપડેટ ગુજરાતમા ટકરાશે કે નહિ?: હાલ તો આપના દેશમાં ગરમીની ઋતુ ચાલી રહી છે ત્યારે તેમની વચ્ચે ફરી થી વરસાદ તથા વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. તેમની હવામાન ખાતા તરફથી ફરીથી About Biporjoy Cyclone માહિતી અપડેટ કરવામાં આવી છે. ચાલો જાણીએ કે બિપોરજોય વાવાઝોડુ ગુજરાતમાં ટકરાશે કે નહીં જોઈએ.

About Biporjoy Cyclone

મોકા પછી વધુ એક વાવઝોડું બિપોરજોય દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો મડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ‘About Biporjoy Cyclone’ની ઝડપ ત્રણ દિવસમાં હજુ પણ વધે તેવી શક્યતાઓ રહેલી છે. જોકે, આ ચક્રવાત ભારતીય દરિયાકાંઠાથી દૂર રહેશે કારણ કે તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે સમુદ્રની સપાટીનું તપમાન ગરમ થવાને કારણે શક્તિશાળી તોફાનો બની રહ્યા છે.

આ પણ વાંચો: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ? જો આ ટેક્નિક અપનાવશો એકદમ ઠંડોગાર રહેશે રૂમ

ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને IMD પુણેના વડા ડૉ. કે.એસ. હોસાલિકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અત્યારે અમને ભારતના દરિયાકિનારાના વિસ્તારો પર કોઈ સીધી અસર થવાની સંભાવના જોવા મળી રહી નથી. પરંતુ તાજેતરની આગાહી દર્શાવે છે કે વાવઝોડું દરિયાકાંઠાથી દૂર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે.’

કેટલી ઝડપ હશે?

ડૉ. કે.એસ. હોસાલિકરે કહ્યું હતું કે ‘ માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને પશ્ચિમ કિનારે યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે દરિયામાં ભારે તોફાન છે.’ પૂર્વ-મધ્ય અરબ દરિયામાં ‘ખૂબ જ ગંભીર’ ચક્રવાતી તોફાન ચાલુ છે. દરિયામાં 135-145 કિ.મી. પ્રતિ કલાકથી 160 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 10 જૂન સુધીમાં પવનની ઝડપ 170 કિ.મી. પ્રતિ કલાકે પહોંચવાની સંભાવના રહેલી છે.

આ પણ વાંચો: ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ 152 પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ

ગુજરાતના દરિયાકિનારાની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું બિપોરજોયના કારણે અરબી સમુદ્રમાં 25-28 ફૂટ ઊંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં પહેલું વાવઝોડું બિપોરજોયને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ચક્રવાતને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

સાવચેતી રૂપેના પગલાં

અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, તમામ બંદરોને Remote warning signal લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આગામી 36 કલાકમાં બિપોરજોય તોફાન વધુ તીવ્ર બનશે. જેના કારણે ગુજરાતના માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના દરિયા કિનારે આવેલા 22 જેટલા ગામડાઓમાં અંદાજે 76,000 લોકોને સલામત સ્થળે ખસેડવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
About Biporjoy Cyclone
About Biporjoy Cyclone

બિપોરજોય તોફાન ક્યાં વિસ્તારમાં અસર કરશે ?

ઉતર તથા ઉતર પશ્ચિમ

બિપોરજોય તોફાનની ઝડપ કેટલી હશે ?

135 – 145