Biporjoy cyclone: ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, જુઓ ક્યાં વિસ્તારમાં આવશે આ સંકટ

Biporjoy cyclone: ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું: હાલમાં ગુજરાતમાં ગરમીની ઋતુ ચાલી રહી છે. અને ખૂબ જ બફારો થઈ રહ્યો છે. તેવાની વચ્ચે હાલ ગુજરાત માટે સંકટની ઘંટડી વાગી રહી છે. ત્યારે ગુજરાતમાં Biporjoy cyclone એટલેકે બિપોરજોય વાવાઝોડાનું સંકટ નજીક આવી રહ્યું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે ગુજરાતના વિસ્તારોમાં આ સંકટ નજીક આવી રહ્યું છે. આ સંકટ ક્યાં વિસ્તારમાં આગળ વધી રહ્યું છે તે જાણીએ નીચે મુજબ.

Biporjoy cyclone

ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વચ્ચે હવે એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. વાત એમ છે કે, ગુજરાત પર હવે બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં Cyclonic system બનશે જેની અસર આવતીકાલથી ગુજરાત પર જોવા મળશે. જેને કારણે હવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે.

આ પણ વાંચો: 15000 થી ઓછી કિંમતમાં બેસ્ટ 5G ફોન, પાવરફૂલ પ્રોસેસર સાથે ના ફોન

Cyclonic system

રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં Cyclonic system બનશે. આ સાયક્લોનને બિપોરજોય એવું નામ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આવતીકાલથી આ ચક્રવાતની અસર સર્જાશે. જેને લઈ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વચ્ચે માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે.

કેટલા દિવસની છે આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પલટો જોવા મળ્યો છે. આજ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક પ્રસરી ગઈ છે.

અમદાવાદમા વરસાદ

અમદાવાદ સિટીમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો ગયો છે. વાત એમ છે કે, આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા. આ દરમિયાન સવારે 6:30 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. આ તરફ ભારે પવન વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો: લાઇટ ન હોત તો નો ટેન્શન, બજારમા આટલી જાતના મળે છે ચાર્જીંગ પંખા; કિંમત એકદમ સસ્તી

મેટ્રો સિટી અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડતાં નોકરી જતાં લોકો અને સામાન્ય લોકોને પણ અસર જોવા મળી હતી. અનેક જગ્યાએ વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષ પડી હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જાહેરાતના હોર્ડિંગ્સ અને પોલીસના ટ્રાફિકના બેરીકેટ પણ હવામાં ઊડી ગયા હતા. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિ થઈ હતી.

અન્ય વિસ્તારમાં વરસાદ

અમદાવાદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં ખાસ કરીને અમદાવાદના સેટેલાઈટ, બોપલ, વસ્ત્રાપુર, મેમ્કો, શાહીબાગ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, સરખેજ, ચાંદખેડા, વેજલપુર, શિવરંજની, મેમનગર, આંબાવાડી, નરોડા, મેઘાણીનગર, પાલડી, નારણપુરા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, થલતેજ, સરદારનગર, અસારવા, કુબેરનગર, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Biporjoy cyclone
Biporjoy cyclone

Biporjoy cyclone નો ખતરો ક્યાં જોવા મળ્યો ?

અરબી સમુદ્રમાં

Biporjoy cyclone અંતર્ગત ક્યાં વિસ્તારમાં વરસાદ પડ્યો ?

અમદાવાદ વિસ્તારમાં

2 thoughts on “Biporjoy cyclone: ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, જુઓ ક્યાં વિસ્તારમાં આવશે આ સંકટ”

Leave a Comment

error: Content is protected !!