Biporjoy Update: બિપોરજોય વાવાઝોડા વિશે નવી અપડેટ, ઓખામાં10 નંબરનું સિગ્નલ લગાવાયું, જોઈએ આ માહિતી આ સિગ્નલો વિશે

Biporjoy Update: ઓખમાં 10 નંબરનું સિગ્નલ લાગવાયું: હાલ માં ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ વિશે નવી Biporjoy Update આવી છે. રાજ્યના વિવિધ દરિયા કિનારાના વિસ્તારોમાં સિગ્નલો લગાવવામાં આવ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં 10 નંબરનું સિગ્નલ લાગવાયું છે. શું તમે આ સિગ્નલો વિશે જાણો છો. કે દર વખતે લગાવવામાં આવતા સિગ્નલો વિશેની માહિતી. તો જોઈએ આ સિગ્નલો તથા વાવઝોડા વિશેની માહિતી નીચે મુજબ છે.

Biporjoy Update વિશે

પોરબંદર વિસ્તારમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું હાલ પોરબંદરથી 340 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 380 કિમી દૂર, નલિયાથી 470 કિમી દૂર છે. આવામાં વાવાઝોડાની અસર પણ જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ પવન ફૂંકાવવાની સાથે ખતરો પણ વધ્યો છે. ત્યારે Biporjoy Update માં ગુજરાતના કેટલાક બંદરો પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવાયું છે. દ્વારકાના ઓખામાં 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જે ખૂબ જ ખતરનાક ચેતવણીનો સંકેત આપે છે. મોરબીના નવલખી બંદરે પણ 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

અન્ય જિલ્લામાં લગાવેલા સિગ્નલો

પોરબંદર બંદર પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. કચ્છ, સૌરાષ્ટ્રના બંદરો પર 9 બંદર પર 9 નંબરના સિગ્નલ છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દહેજ, ભરૂચ, મગદલ્લા, દમણમાં 3 નંબરના સિગ્નલ લગાવાયું છે. ભાવનગર, મુળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, અલંગમાં 2 નંબરના સિગ્નલ છે.

કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

સિગ્નલ નંબર-01

જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટર ની ઝડપ હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ બહુ ગંભીર ગણાતુ નથી.

સિગ્નલ નંબર-02

જ્યારે પવનની ગતિ 6 થી 12 કિલોમીટરની ઝડપે હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે.

આ પણ વાંચો:

સિગ્નલ નંબર-03

જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય ત્યારે આ નંબરનુ સિગ્નલ ત્યારે લગાવાય છે,

સિગ્નલ નંબર-04

ચાર નંબરનું સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો હોય ત્યારે ગલાવવામા આવે છે.

સિગ્નલ નંબર-05

જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે ત્યારે બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે,

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગની નવી અપડેટ ગુજરાતમા ટકરાશે કે નહિ? શું થશે અસરો ?

સિગ્નલ નંબર-06

જ્યારે દરિયામાં પવનની ઝડપ 40 થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર 6 નંબરનું સિગ્નલ ગલાવવામા આવે છે. આ સિગ્નલ ભયસૂચક ગણાય છે.

સિગ્નલ નંબર-07

જ્યારે પવનની ઝડપ 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08

દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ગતિ જ્યારે 62 થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ ભયસૂચકતા દર્શાવે છે.

સિગ્નલ નંબર-09

જ્યારે પવનની ગતિ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10

જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે. આ સિગ્નલ ખૂબ જ જોખમી ગણાય છે.

સિગ્નલ નંબર -11

દરિયામા ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામા આવે છે.

સિગ્નલ નંબર-12

જ્યારે તોફાની પવનની ઝડપ 119 થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું અતિ ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવે છે.

મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ બંદરો પર લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે. 1946માં પવનની ગતિને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરવામા આવ્યુ હતું. પરંતુ મોટેભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો જ કરાતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.

અગત્યની લીંક

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Biporjoy Update
Biporjoy Update

Biporjoy Update માં 10 નંબરના સિગ્નલનો અર્થ શું થઈ છે ?

પવનની ગતિ 89 થી લઈ 102 સુધી હોય ત્યારે આ સિગ્નલ લગાવવામાં આવે છે.

Leave a Comment

error: Content is protected !!