Canada Top 10 Job: કેનેડામાં સૌથી વધારે પગાર આપતી નોકરી, જુઓ લિસ્ટ અહીથી.

Canada Top 10 Job: કેનેડામાં સૌથી વધારે પગાર આપતી નોકરી: આપણાં દેશમાં સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો પોતાની લાયકાત મુજબ સ્પર્ધાત્મક પરીક્ષા આપી ને નોકરી મેળવે છે. આ નોકરી જુદા જુદા ક્ષેત્ર મુજબ અલગ અલગ પગાર ધોરણ આપતું હોય છે. ત્યારે વધુ અભ્યાસ કરેલા ઉમેદવારો બીજા દેશમાં નોકરી શોધતા હોય છે. તેમના માટે જો કોઈ કેનેડામાં નોકરી માટે અને જોબ શોધતા હોય તેમના માટે આ Canada Top 10 Job કે જે સૌથી વધારે પગાર આપે છે. જોઈએ આ Canada Top 10 Job વિશે નીચે મુજબ.

Canada Top 10 Job વિશે

કેનેડા સહિતના દેશોમાં કર્મચારીઓ અને શ્રમિકોના વેતનમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ તો મંદીનો માહોલ છે પરંતુ સ્કિલની કમી, પ્રતિભાની કમીને કારણે પગારમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમે કેનેડામાં ઊંચો પગાર ઓફર કરતી નોકરી શોધી રહ્યા હોવ તો અહી કેટલીક નોકરીઓ વિશે જાણકારી આપવામાં આવી છે. કેનેડામાં અનુભવી વ્યક્તિઓને પહેલી [પસંદગી આપવામાં આવે છે. જોકે, ફ્રેશર તરીકે પણ ઘણી તક છે. જે તમને ઉપયોગી બનશે.

ફુલ સ્ટેક ડેવલપર

Canada Top 10 Jobમાં વાત કરીએ તો ફુલ સ્ટેક ડેવલપરમાં શાનદાર કારકિર્દી બનાવી શકાય છે. સામાન્ય રીતે કેનેડામાં ફુલ સ્ટેક ડેવલપરને વાર્ષિક $ 85,000 આપવામાં આવે છે. શરૂઆતમાં વાર્ષિક $75,000 પગારની ચૂકવણી કરવામાં આવે છે. અનુભવી ફુલ સ્ટેક ડેવલપરને $1,30,000 પગાર ચુક્વવામાં આવે છે.

આ પણ વાંચો: દરેક સરકારી પરિક્ષામાં પૂછાઇ તેવો વિષય અંગ્રેજી. એક વખત તૈયાર કરી લીધા પછી કોઈ પણ પરીક્ષા પાસ.

ફાઈનાન્શિયલ એનેલિસ્ટ

ફાઈનાન્શિયલ એનેલિસ્ટને વાર્ષિક $80,000 થી $120,000 પગાર આપવામાં આવે છે. બિઝનેસ રિલેમાં પેટર્ન વિશે જાણકારી મેળવીને યોગ્ય નિર્ણય લેવા માટે અનુભવી ફાઈનાન્શિયલ એનેલિસ્ટ પર વિશ્વાસ કરવામાં આવે છે. આ કારણોસર અનેક ઉદ્યોગોમાં ફાઈનાન્શિયલ એનેલિસ્ટની માંગમાં વધારો થયો છે.

HR મેનેજર

કેનેડામાં HR મેનેજરને વર્ષના $83,000 આપવામાં આવે છે. શરૂઆતમાં સ્તરે HR મેનેજરને વાર્ષિક $80,000 આપવામાં આવે છે અને અનુભવી HR મેનેજરને વાર્ષિક $1,10,000 આપવામાં આવે છે, આ સિવાય નોકરી સ્થિરતા તથા પગાર વધારાની ભરપૂર સંભાવના છે. HR મેનેજર પાસે કમ્યુનિકેશન આવડત સારી હોય છે.

મિલરાઈટ

આ મિલરાઈટ પોસ્ટ માટે શરૂઆતના સ્તરે વર્ષના $50,000 વેતન આપવામાં આવે છે અને અનુભવી મિલરાઈટ્સને વાર્ષિક સ્તરે $95,000 પગાર આપવામાં આવે છે. મશીનના કાર્યશીલતા જળવાઈ રહે તે માટે મિલરાઈટ્સની જરૂરિયાત રહે છે.

પ્રોડક્શન સુપરવાઈઝર

કેનેડામાં સૌથી વધારે પ્રોડક્શન સુપરવાઈઝરને પગાર આપવામાં આવે છે. શરૂઆતમાં સ્તરે વાર્ષિક $65,000 વેતન અને અનુભવી પ્રોડક્શન સુપરવાઈઝરને $1,00,000 પગાર આપવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી પ્રોડક્શન સુપરવાઈઝરની માગમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો: સરકારી વીમા કંપનીમાં ભરતી, પગાર ધોરણ 60000, અરજી કરવા માટેની પ્રોશેસ.

એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ

કેનેડામાં એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટને વર્ષના $60,000 પગાર ચુક્વવામાં આવે છે અને એક્સપિરિયન્સ એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટને વર્ષના $96,000 વેતન આપવામાં આવે છે. એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ ઓફિસના કામકાજને મેનેજ કરવામાં અને પ્રોફેશનલ જવાબદારીઓ નીભાવે છે. આ કારણોસર Canada Top 10 Job માંએક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

સોલ્યુશન આર્કિટેક્ટ

સોલ્યુશન આર્કિટેક્ટને વાર્ષિક $84,000 થી $130,000 પગાર ચૂકવવામાં આવે છે. અલ્બર્ટા, ઓંટારિયો અને બ્રિટીશ કોલંબિયા સૌથી વધુ પગાર આપતી કંપની છે. કંપનીઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ITનો વિસ્તારિત કરી રહી હોવાથી સોલ્યુશન આર્કિટેક્ટની માંગ વધી રહી છે.

ફોર્કલિફ્ટ ઓપરેટર

ફોર્કલિફ્ટ ઓપરેટરને વર્ષના $40,000 થી $58,000 પગાર આપવામાં આવે છે. ઈ-કોમર્સ વિસ્તારિત થવાની સાથે સાથે વેરહાઉસમાં વધારો થઈ રહે છે. સમગ્ર દેશમાં વેરહાઉસમાં માલ પૂરો પાડવા માટે ફોર્કલિફ્ટ ઓપરેટરની જરૂરિયાત રહે છે, આ કારણોસર ફોર્કલિફ્ટ ડ્રાઈવરની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે.

ઈલેક્ટ્રિકલ એન્જિનિયર

5-10 વર્ષનો અનુભવ ધરાવતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરને વર્ષના $115,000 પગાર આપવામાં આવે છે. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરને શરૂઆતમાં સ્તરે $80,000 થી $100,000 પગાર આપવામાં આવે છે. ઓંટારિયા અને બ્રિટીશ કોલંબિયા જેવા સ્થળોએ સૌથી વધારે પગાર આપવામાં આવે છે. કેનેડામાં STEM સ્કિલની કમીને કારણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની માંગ વધી રહી છે.

કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજર

કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજરને વર્ષના $100,000 પગાર આપવામાં આવે છે. કોરોના મહામારીને કારણે આ ક્ષેત્રે નોકરીમાં વધારો થયો હોવાથી આ ક્ષેત્રે બહોળુ વેતન મળી રહ્યું છે. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજરે જુદા જુદા વ્યાવસાયિક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર કામ કરવાનું રહે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Canada Top 10 Job
Canada Top 10 Job

એક્ઝીક્યુટીવ આસિસ્ટન્ટ ને વર્ષનો કેટલો પગાર ચુક્વવામાં આવે છે ?

$60,000

ઈલેક્ટ્રિકલ એન્જિનિયર ને કેટલો પગાર ચુક્વવામાં આવે છે ?

વર્ષના $100,000

error: Content is protected !!