Clerk recruitment News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 6000 જેટલી ભરતી,જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

Clerk recruitment News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જુદી જુદી વર્ગ 3 ની ભરતી પ્રક્રિયા હાથ ધરતી હોય છે. ત્યારે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે જાહેરાત કરી છે કે ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક વગેરે જેવી ભરતી કરવામાં આવશે. Clerk recruitment News બાબતે સાહેબે જણાવ્યુ હતું કે જે લોકો પરિક્ષાની તૈયારી કરે છે તે ચાલુ રાખે થોડા સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 6000 જેટલી ભરતી કરવામાં આવશે. આ બાબતે નીચે મુજબ વિગતે જોઈએ.

Clerk recruitment News

હાલ પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી જેવી પરીક્ષાઓ યોજવામાં આવી હતી ત્યારે જે ઉમેદવારો એ પરીક્ષા આપી હતી તેને ખબર હસે કે કેવા પ્રકારનું પ્રશ્ન પત્ર હતું તે મુજબ લાગી રહ્યું છે કે જે ઉમેદવારો પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે તે હજુ ઓછી પડે છે કારણ કે જુનિયર ક્લાર્ક અને તલાટીના પ્રશ્ન પત્ર એ સાબિત કરી દીધું કે કે હાલ GPSC , UPSC જેવી પરીક્ષા પેટર્ન જોવા મળી હતી.અને તે પેપર સમય સાથે કઈ રીતે લખવું તે અંદાજ થી ઉમેદવારોએ તૈયારી કરવી જોઈએ.

આ પણ જુઓ: ભારતીય નેવીમાં 372 જગ્યા પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ?

ક્યારે યોજાશે આ ભરતી પ્રક્રિયા?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેમના સચિવ હસમુખપટેલ સાહેબ જાહેરાત કરી હતી. કે આ પરીક્ષાઓ સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે. તો તૈયારી કરતાં ઉમેદવારો એ ફરીથી તૈયારી કરી દેવી જોઈએ કારણ કે GSSSB દ્વારા લેવામાં આવતી વર્ગ 3 ની પરીક્ષા અંદાજીત આ વર્ષના સપ્ટેમ્બર માહિનામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે. તેમ રાજ્ય ના જુદા જુદા વિભાગો માથી માંગવામાં આવેલ માહિતી મુજબ લાગી રહ્યું છે.

ક્યાં વિભાગમાં થશે ભરતી?

Clerk recruitment News મુજબ જુદા જુદા વિભાગોમાંથી વર્ગ-૩ના કર્મચારીઓની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવેલી વિગતો પરથી લાગી રહ્યું છે. કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક , ઓફિસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક, બિન તાત્રિક વર્ગ-3ના જુદા જુદા બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી કરવામાં આવશે. જેના માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સપ્ટેમ્બર-2023માં સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાય તેવી સંભાવના રહેલી છે. ઉપરાંત જુનિયર ક્લાર્ક, ટેલિફોન ઓપરેટર, ટેલિફોન ક્લાર્ક, સ્વાગત ક્લાર્ક સહિતની જગ્યાઓ આગામી સમયમાં ભરાય તેમ લાગી રહ્યું છે.

આ પણ જુઓ: પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી

GSSSB મંડળ

ભરતી બોર્ડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
કઈ ભરતી હાથ ધરશેબિન સચિવાલય ક્લાર્ક , ઓફિસ આસિસ્ટન્ટ,
હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક,બિન તાત્રિક વર્ગ-3
ક્યારે યોજાશે ભરતીની પરીક્ષાઅંદાજિત સપ્ટેમ્બર 2023
સતવાર વેબસાઇટgsssb.gujarat.gov.in/

નવા નિયમ મુજબ પરીક્ષા લેવાશે

Clerk recruitment News પ્રમાણે તેમણે જણાવ્યું કે, 18 મે 2023 ના રોજ રાજ્ય સરકારે પરીક્ષાને લઈ નવા નિયમો બનાવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે વર્ગ 3 માટે પરીક્ષા લે છે, એમાં ગ્રુપ બનાવવામાં આવ્યા છે ગ્રુપ A અને ગ્રુપ B. આ પ્રમાણે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. ગ્રુપ Aમાં ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર ઓફિસના ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Bમાં ખાતાના વડાની કચેરીના જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે.

2 તબ્બકામાં પરીક્ષા યોજાશે

આ સીધી ભરતીની પરીક્ષા 2 તબક્કામાં લેવાશે. જે પ્રિલિમ પરીક્ષા બંને ગ્રુપ માટે સમાન જ હશે. MCQ આધારિત 100 ગુણનું પેપર હશે. પ્રાથમિક પરીક્ષાના પરિણામ પછી A અને B ગ્રુપની મુખ્ય પરીક્ષા લેવાશે. મેઈન પરીક્ષા માટે ઉમેદવારને A, B અથવા બંને ગ્રુપની પસંદગી કરવાનો મોકો આપવામાં આવશે અને ફરીથી ફોર્મ ભરાવવામાં આવશે.

મૂખ્ય પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ગ્રુપ Bની મુખ્ય પરીક્ષા MCQ આધારિત હશે. આ પેપર 200 માર્ક્સનું હશે તેને 120 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. જ્યારે ગ્રુપ A માટે વર્ણાત્મક 3 પેપર ની પરીક્ષા આપવાની રહેશે. ગુજરાતીનું 100 માર્ક્સ, અંગ્રેજી 100 માર્ક અને જનરલ સ્ટડી 150 માર્ક્સનું રહેશે. આ પરીક્ષામાં માં પાસ થનાર ભરતી નિયમ મુજબ તેમણે નિમણૂક આપવામાં આવશે.

આ પસંદગી યાદી બન્યા બાદ ગ્રુપ A અને B માટે ઉમેદવારનો નિમણૂક ઓર્ડર આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આમાં વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં અને આ વખતે દરેક કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષામાં જે ઉમેદવાર હાજર રહેશે તે ઉમેદવારોને પરીક્ષા ફી Refund આપવામાં આવશે.

અગત્યની લીંક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Clerk recruitment News
Clerk recruitment News

GSSSB ની ક્લાર્ક ની પરીક્ષા ક્યારે યોજાશે ?

સપ્ટેમ્બર માસમાં

GSSSB ની ક્લાર્ક ની પરીક્ષા કેટલા તબક્કા માં યોજાશે ?

2

GSSSB ની ક્લાર્ક ની પરીક્ષા ક્યાં ક્યાં ગ્રૂપ પાડવામાં આવ્યા છે ?

ગ્રૂપ A તથા ગ્રૂપ B

Leave a Comment

error: Content is protected !!