Cyclone Biporjoy: ગુજરાતને આતુર બનેલા ‘Biporjoy’ નામનો અર્થ જાણો, આરામથી ખબર પડી જશે

Cyclone Biporjoy: ગુજરાતને આતુર બનેલા ‘Biporjoy’ નામનો અર્થ જાણો: ગુજરાતમાં હાલ વરસાદ સાથે બિપોરજોય વાવાઝોડાનો ખતરો સામે આવ્યો છે. દરિયા કિનારે મોજા ખૂબ ઊંચા ઉછડી રહ્યા છે. સરકાર દ્વારા બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ગુજરાતનાં 3 જેટલા જિલ્લા હાઇ એલર્ટ પર છે. અને 10 નંબર સુધીના સિગ્નલો લગાવાયા છે. પરંતુ શું તમે જાણો છો કે આ Cyclone Biporjoy નામ કેવી રીતે પડ્યું અથવા કોના દ્વારા રાખવામા આવ્યું છે? તો ચાલો જોઈએ વિગત વાર નીચે મુજબ.

Cyclone Biporjoy વિશે

ચક્રવાતી તોફાન બિપરજોયનું જોખમ કાંઠા વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે. રવિવારે સવારે તે ખુબ જ ખતરનાક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. બિપરજોયના કારણે 15 જૂનના રોજ ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ભૂસ્ખલનની પણ આશંકા સર્જાવાની શક્યતાઓ રહી છે. તોફાનને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બપોરે બિપરજોય અંગે સમીક્ષા કરી. આખરે બિપરજોય શું છે? વાવાઝોડાનું નામ બિપરજોય કેમ પડ્યું?

બિપરજોય એટ્લે શું?

અરબી સાગરમાં આ વર્ષે ઉત્પન્ન થયેલા વાવાઝોડાને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસો અરબી સમુદ્રમાં રહ્યા બાદ આ ચક્રવાતી તોફાન 6 જૂનના રોજ ગંભીર પરિસ્થિતીમાં ફેરવાઈ ગયું છે. ત્યારબાદ આ Cycloneને બિપરજોય નામ આપવામાં આવ્યું. બિપરજોય બાંગ્લા ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે ‘આફત’. આ ખતરનાક બની રહેલા તોફાનને બિપરજોય નામ બાંગ્લાદેશ દ્વારા જ આપવામાં આવ્યું છે.

કોણ આપે છે વાવાઝોડાનું નામ

આ વાવઝોડાનું નામ વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) દ્વારા જારી કરાયેલા આદેશ પ્રમાણે કરાયું હતું. હકીકતમાં જ્યારે એક જ સ્થળ પર અનેક તોફાન સક્રીય થાય છે ત્યારે આવી સ્થિતિમાં ભ્રમણને રોકવા માટે WMO ના નિયમો મુજબ વાવાઝોડાનું નામ કરણ થાય છે. આ આદેશ નીચે છ ક્ષેત્રીય વિશિષ્ટ હવામાન વિજ્ઞાન કેન્દ્ર (RSMCs) અને પાંચ ક્ષેત્રીય ઉષ્ણકટિબંધીય તોફાન ચેતવણી કેન્દ્રો (TCWCs) ને સલાહ જારી કરવા અને દુનિયાભરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના નામ આપવા માટે અધિકૃત કરાયા છે. 1950ના દાયકા પહેલા તોફાનનું કોઈ નામ નહતું રહેતું.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગની નવી અપડેટ ગુજરાતમા ટકરાશે કે નહિ? શું થશે અસરો ?

એટલાન્ટિંક ક્ષેત્રમાં વાવાઝોડાનું નામ કરવાની શરૂઆત 1953ની એક સંધિથી થઈ. જ્યારે હિન્દ મહાસાગર ક્ષેત્રના આઠ દેશોએ ભારતની પહેલ પર આ તોફાનનું નામ પાડવાની વ્યવસ્થા વર્ષ 2004માં શરૂ કરી. આ આઠ દેશોમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને શ્રીલંકા સામેલ છે. વર્ષ 2018માં ઈરાન, કતાર, સાઉદી અરબ, યુએઈ, અને યમનને પણ તેમાં જોડવામાં આવ્યા. જો કોઈ તોફાન આવવાની આશંકા બને તો આ 13 દેશોએ ક્રમ મુજબ નામ આપવાના હોય છે.

કેમ અપાય છે નામ

કોઈ પણ વાવાઝોડાને નામ આપવા માટે વર્ણમાલા પ્રમાણે એક લિસ્ટ બનેલું હોય છે. જો કે તોફાન માટે Q, U, X, Y, Z અક્ષરોથી શરૂ થનારા નામનો ઉપયોગ થતો નથી. એટલાન્ટિંક અને પૂર્વ ઉત્તર પ્રશાંત ક્ષેત્રમાં આવતા તોફાનોનું નામ આપવા માટે છ સૂચિ બનેલી છે અને તેમાંથી એક નામ પસંદ થાય છે. એટલાન્ટિંક ક્ષેત્રમાં આવનારા તોફાનો માટે 21 નામ છે.

કેવી ફોર્મ્યૂલાનો ઉપયોગ થાય છે

વાવાઝોડાના નામકરણ માટે Odd ઈવન ફોર્મ્યૂલાનો પણ ઉપયોગ થાય છે. ઈવન વર્ષ જેમ કે જો 2002, 2008, 2014 માં તોફાન આવ્યું તો તેને એક પુલિંગ નામ અપાય છે. જ્યારે Odd વર્ષ જેમ કે 2003, 2005, 2007માં જો તોફાન આવ્યું તો તેને એક સ્ત્રીલિંગ નામ અપાય છે. એક નામને છ વર્ષની અંદર ફરીથી વાપરી શકાય નહીં. જ્યારે જો કોઈ તોફાને ખુબ જ તબાહી મચાવી હોય તો પછી તેનું નામ હંમેશા માટે હટાવી દેવાય છે.

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, મ્યાંમાર, ઓમાન અને માલદીવે તોફાનોના નામનું લિસ્ટ બનાવીને વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠનને સોંપ્યુ છે. જ્યારે આ દેશોમાં ક્યાંય પણ તોફાન આવે તો તે નામોની વારાફરતી સિલેકશન થાય છે. આ વખતે નામ આપવાનો વારો બાંગ્લાદેશનો હતો આથી બાંગ્લાદેશના સૂચન પર આ વખતે તોફાનનું નામ બિપરજોય રાખવામાં આવ્યું. આ સૂચિ આગામી 25 વર્ષ માટે બનાવવામાં આવે છે. 25 વર્ષ માટે બનેલી આ સૂચિને બનાવતી વખતે એવું માનવામાં આવે છે કે દર વર્ષે ઓછામાં ઓછા પાંચ ચક્રવાત આવશે. આ આધારે સૂચિમાં નામોની સંખ્યા નક્કી કરાય છે.

ચેતવણી

જેમ જેમ બિપરજોય વાવઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચેતવણી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો Cyclone Biporjoy 14 તારીખની સવાર સુધીમાં લગભગ ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્ર તથા કચ્છને પાર કરીને 15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર પાસે માંડવી અને કરાચી વચ્ચે પાકિસ્તાનના કાંઠાને પાર કરશે. આ દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકથી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

રાહતની કામગિરિ

કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાનારા આ Cyclone Biporjoyને લઈને ની 7 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. SDRF ની ટીમો પણ તૈનાત કરાઈ છે. હવામાન વિભાગનું માનીએ તો આ વાવાઝોડાથી પોરબંદર, દ્વારિકા, જામનગર, કચ્છ, મોરબી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. લો લાઈન વિસ્તાર, સમુદ્ર કિનારે રહેતા લોકોનું સ્થળાંતર આજથી શરૂ કરવામાં આવશે. સમગ્ર કાંઠા વિસ્તારોમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવશે.

અગત્યની લીંક

અંબાલાલની વાવાઝોડાની આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
હવામાન વિભાગની આગાહિ PDFઅહિં ક્લીક કરો
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસઅહિ કલીક કરો
હોમ પેજઅહિ કલીક કરો
Cyclone Biporjoy
Cyclone Biporjoy

આ વખતે વાવાઝોડાનું નામ રાખવાનો વારો ક્યાં દેશનો હતો ?

બાંગલાદેશ

Leave a Comment