Government Job Group: શું તમે જાણો છો સરકારી નોકરીમાં ગ્રૂપ A , B , C અને D નો મતલબ, જુઓ શું છે તફાવત આ ગ્રૂપ માટે.

Government Job Group: શું તમે જાણો છો સરકારી નોકરીમાં ગ્રૂપ A , B , C અને D નો મતલબ: હાલ બધા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર ની તથા ભારત સરકારની નોકરી માટે ઉમેદવારો એપ્લાય કરતાં હોય છે. પણ શું તમે જાણો છો કે આ તમામ નોકરી એટ્લે કે Government Job Group પ્રમાણે હોય છે. અને દરેક ગ્રૂપ માટેના નિયમો તથા પગાર ધોરણ અલગ અલગ હોય છે. પણ ઘણા લોકોને આ Government Job Group વિશે ખબર હોતી નથી. તો જોઈએ આ ગ્રૂપ વિષેની માહિતી નીચે મુજબ.

Government Job Group વિશે

સરકારી નોકરી મેળવવી એ મોટાભાગના ઉમેદવારોનું સ્વપ્ન હોય છે. પરંતુ તેમના નિયમો સાથે જોડાયેલી ઘણી માહિતી ઉમેદવારોને ખબર નથી હોતી. આવી સ્થિતિમાં, અમે તમને સરકારી પોસ્ટ્સ (હોદા) સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમે સરકારી ભરતી નોટિફિકેશનમાં Government Job Group માટે નામની બાજુમાં ગ્રુપની વિગતો જોઈ હશે. આ ગ્રૂપ ચાર સીરિઝમાં છે, જેમાં ગ્રુપ A, B, C અને D ગ્રૂપનો સમાવેશ થાય છે. 7મા પગાર પંચ પછી ગ્રુપ C અને ગ્રુપ D ને સરખા સ્તર પર કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પોસ્ટને ગ્રૂપમાં કેમ ડિવાઈડ કરવામાં આવી છે અને કઇ પોસ્ટ કયા ગ્રુપમાં આવે છે. આવો જાણીએ આ સંબંધિત વિગતો.

આ પણ વાંચો: પાઈલોટના પ્રકાર, કેટલી પ્રકારના હોય છે પાઇલટ? જાણો કેટલો હોય છે પાઈલોટનો પગાર?

Group A

અલગ અલગ પોસ્ટના લેવલ અને પગાર લેવલના આધારે, તેમને જુદા જુદા ગ્રૂપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. જેમાં ગ્રુપ A એ ઉચ્ચ કક્ષાની નોકરી છે. આમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓની જગ્યાઓ આવે છે.જેમ કે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ અને અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓ, અમલદારો, ISRO, DRDO જેવી સંસ્થાઓના વૈજ્ઞાનિકો અને કેન્દ્રીય નાગરિક સેવાઓના અધિકારીઓ, જેમ કે IAS, IPS, IRS, IFS અને અન્ય વગેરે. આ અધિકારીઓનું પગાર સ્તર પણ સૌથી ઊંચું છે. જે Group A માં આવે છે.

Group B

ગ્રૂપ B માં, ગેઝેટેડ અધિકારીઓની જગ્યાઓ છે, જેઓ મધ્યમ મેનેજમેન્ટ સ્તરના અધિકારીઓ ની પોસ્ટ છે. આ જૂથની પોસ્ટ્સ પર થોડી ભરતીઓ છે, પરંતુ મુખ્યત્વે તેમની પોસ્ટ્સ પ્રમોશનના આધારે ભરવામાં આવે છે.

આ પણ વાંચો: AC માથી આવતા નકામા અવાજને કરો દૂર, ઘરે જ કરો રીપેર અને બચો મોટા ખર્ચાથી, અપનાવો ટિપ્સ

ભારતીય સશસ્ત્ર દળોમાં Junior Commissioned Officers અને State Civil Services Officers જેવી પોસ્ટ્સ આ ગ્રુપ નીચે આવે છે.

Group C તથા D

Group C તથા D આ છેલ્લી સ્તરની Post છે જેમાં નોકરીના ઉમેદવારોએ ગ્રાઉન્ડ લેવલ અને દરરોજના કામકાજનું ધ્યાન રાખવાનું હોય છે. આ ઉમેદવારો સુપરવાઈઝરથી લઈને કારકુન (ક્લાર્ક) સહાયની જવાબદારી નિભાવે છે.આ જગ્યાઓ પર ભરતી SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન (Staff Selection Commission) અને અન્ય સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક જેવી પોસ્ટ આ ગ્રુપમાં સામેલ છે.

તો ઉપર મુજબ આપણે જોયું કે Government Job Group કેવી રીતે પાડવામાં આવે છે અને તેમની પોસ્ટ પ્રમાણે તેમને પગાર ધોરણ નક્કી કરવામાં આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Government Job Group
Government Job Group

Group B માં ક્યાં પ્રકારના અધિકારીઓનો સમાવેશ થાય છે ?

ગ્રૂપ B માં, ગેઝેટેડ અધિકારીઓ અને મધ્યમ મેનેજમેન્ટ સ્તરના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે છે.

Group C તથા D માં ક્યાં પ્રકારના અધિકારીઓનો સમાવેશ થાય છે ?

સુપરવાઈઝરથી લઈને કારકુન (ક્લાર્ક),સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.

error: Content is protected !!