H1B Visa: શું છે H1B વિઝા, કેટલા સમય માટે મળે; H1B વિઝા મેળવવા શું કરવુ

H1B Visa: આપણે અવારનવાર H1B Visa અંગે ન્યુઝમા સાંભળતા,વાંચતા હોઇએ છીએ. H1B Visa અમેરીકા જવા સાથે સંબંધિત છે તે તો બધાને ખ્યાલ જ હશે. પરંતુ આ વિઝાનુ આટલુ મહત્વ કેમ છે ? H1B Visa એટલે શુ? આ વિઝા મેળવવાની પ્રોસેસ શું હોય ? આ વિઝા મેળવવા માટે શું નિયમો છે તેની માહિતી મેળવીશુ.

H1B Visa

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ પોતાના અમેરિકા પ્રવાસે છે. અમેરિકામાં પીએમ મોદીની વ્હાઈટ હાઉસના મુખ્ય મહેમાન તરીકે ભવ્ય આગતા સ્વાગતા કરવામા આવી હતી. વડાપ્રધાન ના આ પ્રવાસને લીધે બન્ને દેશો વચ્ચે ના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ત્યારે ફરી એકવાર ભારતીયોને આશા છેકે, પીએમના અમેરિકા પ્રવાસ બાદ હવે H1B VISA ના નિયમો થોડા હળવા કરવામા આવે તેવી આશા ભારતીય રાખી રહ્યાં છે. સૌથી પહેલાં એ સમજીએ કે આ H1B વિઝા શું છે અને તે કોને આપવામા આવે છે?

આ પણ વાંચો: Jio 5G Phone: વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. જુઓ તેના ફીચર અને કિંમત વિશે.

H1B વિઝાનો મુદ્દો અમેરીકા જવા માંગતા ભારતીયો માટે લાંબા સમયથી મુખ્ય મુદ્દો છે. આ વિઝાનો સાદો અર્થ જોઇએ તો અમેરિકા પોતાની કંપનીઓમાં કામે રાખતા વિદેશી કામદારોને જે વિઝા આપે છે તેને H1B વિઝા કહે છે. H1B વિઝા એક નિશ્ચિત સમયગાળા માટે આપવામા આવે છે. મુદત પૂરી થયા બાદ આ વિઝાને રિન્યુ કરાવવા ના હોય છે. આને લગતા ઘણા એવા નિયમો છે જે અમેરીકા જવા ઇચ્છતા વિદેશીઓ માટે જે વિદેશી કામદારો માટે મુશ્કેલ છે. હવે પીએમ મોદીએ આને અ વિઝાને લગતા સારા સમાચાર આપ્યા છે. અમેરિકામાં ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે H1B વિઝા હવે માત્ર અમેરિકામાં જ રિન્યૂ કરવામા આવશે. ચાલો જાણીએ કે H1B વિઝા શા માટે અલગ છે અને તેનાથી સંબંધિત નિયમો અને પાત્રતા ધોરણો શું છે?

H1B વિઝા શું છે?

આ અંગે જણાવી દઈએ કે જો કોઈ વિદેશી અમેરિકા સ્થિત કંપનીમાં નોકરી કરવા માંગતા હોય તો તે કર્મચારીને અમેરીકન સરકાર તરફથી H1B વિઝા આપવામાં આવે છે. H1B વિઝા વિના કોઈપણ વિદેશી અમેરિકી કંપનીમાં કામ કરી શકતા નથી. મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ અમેરીકા કંપનીઓમાં કામ કરવા જાય છે અને તેમને H1B વિઝા લેવા પડતા હોય છે.

આ પણ વાંચો: દુનિયાની સૌથી ખતરનાક 5 સ્પેશ્યલ ફોર્શ, જેના નામથી દુશ્મન પણ કંપે છે. 1 ઇંડિયન ફોર્સનો સમાવેશ

H1B વિઝા માટે લાયકાત

H1B વિઝા મેળવવા માટે શું નિયમો છે અને શું પાત્રતા ધોરણો છે તે જાણીએ.

  • H1B વિઝા મેળવવા માંગતા વ્યક્તિ પાસે સ્નાતકની ડિગ્રી હોવી ફરજીયાત છે.
  • આ સાથે આ કામનો 12 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.
  • અમેરિકામાં જે નોકરી કરવા જઈ રહ્યા છે તેના માટે આવશ્યક જરૂરી ડિગ્રી અને અરજદારની ડિગ્રી સરખી હોવી જોઈએ.
  • જે કામ માટે વિદેશી કામદારોને બોલાવવામાં આવતા હોય તે કર્મચારી એટલો ટેકનિકલ હોવો જોઈએ કે તે માત્ર વિશેષ ડિગ્રી ધરાવતા લોકો જ કરી શકે.
  • આ ઉપરાંત, અરજદાર પાસે યુએસમાં સ્નાતકની ડિગ્રી અથવા વિદેશી યુનિવર્સિટીમાંથી તેની સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.
  • સૌથી મહત્વની બાબત એ છે કે કંપની H1B વિઝા માટે અરજી કરતી હોય છે કોઈ વ્યક્તિ માટે નહીં.

H1B વિઝાની મુદત

H1B વિઝા સામાન્ય રીતે 3 વર્ષ માટે આપવામાં આવે છે. મહત્તમ તેને 6 વર્ષ સુધી વધારી શકાય છે. જ્યારે H1B વિઝાની અવધિ ટૂંકી હોય છે, ત્યારે વ્યક્તિ દ્વારા યુએસ ની સીટીઝંશીપ માટે માટે અરજી કરવામાં આવે છે. આ પછી અરજદારને ગ્રીન કાર્ડ આપવામા આવે છે. જો અરજદારને ગ્રીન કાર્ડ ન મળે તો તેણે 1 વર્ષ માટે અમેરિકાની બહાર રહેવું પડે. આ પછી જ તે H1B વિઝા માટે ફરીથી અરજી કરી શકાય છે.

H1B વિઝાનુ મહત્વ

H1B વિઝાનો મુખ્ય ફાયદો એ છે કે વિઝા ધારક તેના પરિવારના સભ્યો એટલે કે બાળકો અને પતિ કે પત્નીને અમેરિકા લઈ જવાની છૂટ મળે છે. તેઓ તેની સાથે અમેરિકામાં પણ રહી શકે છે. H1B વિઝા પછી જ વ્યક્તિ અમેરિકાની કાયમી નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે. H1B વિઝા માટે, તમે જ્યાં કામ કરવા જઈ રહ્યા છો તે કંપનીમાંથી માત્ર સ્નાતકની ડિગ્રી, કામનો અનુભવ અને ઑફર લેટર હોવો જરૂરી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
H1B Visa
H1B Visa

2 thoughts on “H1B Visa: શું છે H1B વિઝા, કેટલા સમય માટે મળે; H1B વિઝા મેળવવા શું કરવુ”

Leave a Comment

error: Content is protected !!