આજના કેરીના ભાવ: હા…મોજ કેરી ના ભાવમા થયો ઘટાડો,કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ

આજના કેરીના ભાવ:: Mango Price: ઉનાળા મા ખૂબ જ ગરમી અને લૂ પડતા હોય છે ત્યારે લોકો ને ઠંડક આપતી ગીરની કેસર કેરીની બજારમા પુષ્કળ પ્રમાણમા આવક થઇ રહિ છે. કમોસમી વરસાદ -માવઠાના માર વચ્ચે પણ કેરીની અઢળક આવક થઇ રહિ છે અને કેસર કેરી એકંદરે તમમ લોકોને પોષાય તેવા સસ્તા ભાવે મળી રહિ છે. ચાલો જાણીએ કયા વિસ્તારની કેટલી કેરીની આવક થઇ રહિ છે અને કેરીના હાલ શું Mango Price ભાવ ચાલી રહ્યા છે ?

કેરીની આવક

કેરી આમ તો નાના મોટા સૌ કોઇને પ્રીય હોય છે. કેરીના શોખીન લોકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદ માવઠાના કહેર અને ગ્લોબલ વોર્મિંગની અસર વચ્ચે પણ ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડ મા બમ્પર કેરીની આવક થઇ રહિ છે. બે દિવસમાં જ તાલાલા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો 25 હજાર બોક્સ કેરીની આવક થઇ છે. માર્કેટમાં કેરીની આવક વધતા સામાન્ય લોકો પણ હવે કેરીનો સ્વાદ માણી શકશે. તો અત્યાર સુધીમાં મેંગો માર્કેટમાં 3 લાખ બોક્સની આવક થઇ છે. તો સાથે 800 ટન જેટલી કેસર કેરીની વિદેશમાં નિકાસ પણ થઇ છે.

ગીરની પ્રખ્યાત કેસર કેરી પર છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી વરસાદ ને કારણે વાવાઝોડા અને માવઠા ની અસર વચ્ચે આ વખતે ઓછી અવક થશે તેવુ દેખાતુ હતુ. 1 વર્ષ પહેલા તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી અને ઓછી આવક થઇ હતી અને કેરીના બગીચાઓને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યુ હતુ. તો ચાલુ વર્ષે સતત બે મહિના સુધી ઘણા વિસ્તારોમા કમોસમી વરસાદ માવઠુ થયુ હતુ જેના કારણે ખેડૂતો સહિત કેરીના રસિયાઓ સૌ કોઈ ને આ વર્ષ ઓછો પાક આવશે તેવી ચિંતા સતાવી રહિ હતી. આ વર્ષે પણ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થશે.

આ પણ વાંચો: નોટબંધી 2000: ફરી નોટબંધી, RBI 2000 ની નોટ પરત લેશે; જાણો શું કરવામા આવ્યો સર્કયુલર

આજના કેરીના ભાવ

કેસર કેરી ના શોખીન લોકો માટે આનંદના સમાચાર છે કે જૂનાગઢની અને ગીર પંથકની કેસર કેરી હવે સામાન્ય લોકોને પણ પોસાય તેવા ભાવમા મળી રહિ છે. Mango Price આજે નીચો ભાવ ફક્ત 400 જ નોંધાયો હતો જ્યારે ઊંચો ભાવ 1375 નોંધાયો છે. આ સામે કેરીની આવક 2226 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ છે.

આજના ભાવની વાત કરીએ તો એક મણનો નીચો ભાવ જે 400 છે એટલે એક બોક્સના 200 રૂપિયા ભાવ થાય છે અને જો સારી ક્વોલિટી અને સારી ગુણવત્તા યુક્ત કેરી લેવા માંગતા હોય તો તેના ઉંચા ભાવ મળી રહ્યા છે જેનો સર્વાધિક ઊંચો ભાવ એક મણનો 1375 રૂપિયા જેટલો નોંધાયો છે.

આ પણ વાંચો; SSA Recruitment: સમગ્ર શિક્ષા મા 112 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ.30000

Mango Price

કેરી આંબા પરથી નીચે પડી જાય તો તે ફાટી જાય છે જેથી આ કેરી ની ગુણવત્તા જળવાઈ રહેતી નથી અને નીચે પડેલી કેરી જલ્દીથી પાકતી પણ નથી તેથી તેનો ભાવ બજારમા મળતો નથી આંબાથી ઉતારેલી સારી ક્વોલીટીની કેરીના જ સારા ભાવ ખેડૂતોને મળે છે જેથી માવઠામાં ભારે વાવાઝોડા થી જમીનદોસ્ત થયેલો ઘણો પાક ખેડૂતોને લાખોની નુકસાની કરાવી હતી.

માત્ર તાલાલા મેંગો માર્કેટની જ વાત કરીએ તો આજ સુધીમાં ત્રણ લાખ બોકસ જેટલી ધરખમ આવક થઇ છે. તો છેલ્લા બે દિવસથી યાર્ડમાં રેકોર્ડ બ્રેક 25 હજાર જેટલા કેરીના બોક્સની આવક થઈ રહી છે. આજના કેરીના ભાવ ની વાત કરીએ તો જે 10 કિલો ના બોક્ષની કિંમત ₹300 થી લઈ અને રૂપિયા ₹700 સુધી ના ભાવે વેચાઇ રહિ છે. ગુણવત્તા સભર અને મીઠી કેસર કેરીથી માર્કેટ યાર્ડ મા ભરચક આવક થઇ છે.

હાલ જે કેરી આવી રહી છે તે તાલાલા ગીર પંથક અને જુનાગઢ પંથકનીઆવી રહિ છે. જૂનાગઢના વંથલી પંથકના કેરીની ડીમાન્ડ પણ ખૂબ જ રહેલી છે. જો કે હવે પોરબંદર જિલ્લાના ઘણા વિસ્તારોમા પણ સારી કેસર કેરીનુ ઉત્પાદન થાય છે. જે એકંદરે ભાવમા સસ્તી હોય છે અને સ્વાદમા પણ ગીરની કેસર કેરી જેવી મીઠી હોય છે.

હાલ માર્કેટમા સારી પાકેલી તૈયાર કેસર કેરી 1 કિલાનો રૂ. 100 થી 150 સુધી મળી રહિ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
આજના કેરીના ભાવ
આજના કેરીના ભાવ

કેસર કેરી નુ ઉત્પાદન કયા થાય છે ?

તાલાલા ગીર

હાફૂસ કેરીનુ ઉત્પાદન ક્યા થાય છે?

રત્નાગીરી મહારાષ્ટ્ર

2 thoughts on “આજના કેરીના ભાવ: હા…મોજ કેરી ના ભાવમા થયો ઘટાડો,કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ”

Leave a Comment

error: Content is protected !!