Mobile Computer Radiation: મોબાઈલ અને કોમ્પ્યુટરનું રેડીએશન આપણી આંખ તથા મગજ ને કેટલું નુકશાન કરે છે? ચાલો જાણીએ નિષ્ણાંતના મત મુજબ.

Mobile Computer Radiation: મોબાઈલ અને કોમ્પ્યુટરનું રેડીએશન આંખ તથા મગજ ને કેટલું નુકશાન કરે છે: અત્યારના સમયમા દરેક લોકો પાસે સ્માર્ટ ફોન છે. તથા મોટા ભાગના લોકો કોમ્પ્યુટર તથા લેપટોપનો પણ ઉપયોગ કરે છે. આ મોબાઈલ તથા કોમ્પ્યુટર નું રેડીએશન આપણી આંખ તથા મગજ ને ઘણું નુકશાન કરે છે. લોકો આખો દિવસ મોબાઈલ તથા કોમ્પ્યુટરની સામે બેસી રહે છે. જેનાથી ઘણા રોગોનો ભોગ બને છે. પરંતુ તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો કે Mobile Computer Radiation આપણાં માટે કેટલું નુકશાન કરતાં છે? તો આવો જાણીએ આ Mobile Computer Radiation વિશે વધુ માહિતી નીચે મુજબ.

Mobile Computer Radiation વિશે

આજે મોબાઈલ અને કોમ્પ્યુટર વિના માનવીના સમાજની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે. ખરેખરમાં આપણું બધુ કામ હવે મોબાઈલમાં કોમ્પ્યુટર પર નિર્ભર બની ગયું છે, પરંતુ આ વસ્તુઓએ આપણને તેમની ટેવ પાડી દીધી છે. કોરોના સમયમાં એ માહિતી ક્રાંતિની ગતિને વેગ આપ્યો છે. લોકો મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. ઘણા લોકો ફક્ત Work From home જોબ પર જ ખુશ હોય છે પરંતુ Mobile Computer Radiation માત્ર માનવ આંખને જ અસર કરતા નથી પરંતુ તેના રેડિયેશન મગજ માટે પણ ખતરાની ઘંટી છે. જાણો શું કહે છે નિષ્ણાતો.

આ પણ વાંચો: શું આપ જાણો છો કે આપણી પાસે રહેલ સિમ કાર્ડ 1 સાઈડના ખૂણેથી કેમ કટ હોય છે? આવો જાણીએ આ ફેક્ટ વિશે.

આંખોની બીમારી

ડિજિટલ ક્રાંતિ પછી કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન આપણી દરરોજનો એક ભાગ બની ગયા છે તથા એમ કહીએ કે તમામ કામ તેના પર સક્ષમ બની ગયા છે. Mobile Computer દ્વારા આપણું કામ કરવું એ આપણી મજબૂરી બની ગઈ છે પરંતુ મોટા ભાગના લોકો દિવસનો ઘણો સમય મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર પર ગેમ રમવામાં, મૂવી જોવામાં પસાર કરે છે. જેના કારણે આંખોનો ભેજ ઓછો થવા લાગ્યો છે. આંખોમાં ભેજ ન હોવાને કારણે આંખોમાં Dry Eye syndrome જેવી તકલીફ થાય છે. જેના પછી Migraine જેવી મોટી બીમારી નો ભોગ બને છે.

Dry eye syndrome બીમારી

આંખના ના એક ચિકિત્સક એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આપણી આંખોમાં એક પ્રવાહી હોય છે જેને ઇયર ફિલ્મ કહેવાય છે. ઉંમર વધતાં તે ઘટવા લાગે છે, જેના કારણે આંખોમાં શુષ્કતા અને બળતરા થવી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે પણ હવે જ્યારે ઓફિસમાં દરેક ટેબલ પર કોમ્પ્યુટર છે અને દરેક ઉંમરના લોકોના હાથમાં મોબાઈલ આવી ગયા છે ત્યારે તેઓ કોમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીન પર વધુ સમય પસાર કરવા લાગ્યા છે. જેના કારણે આ પ્રવાહી સમય પહેલા ઘટવા લાગે છે અને Dry eye syndrome જેવી ઘણી બીમારીઓ આંખોમાં થવા લાગે છે. આ ઉપરાંત આંખોમાં શુષ્કતા અને સતત સ્ક્રીનને આંખોથી જોવાથી Migraine જેવી બીમારીઓ થાય છે.

આ પણ વાંચો: જુલાઇ મહિનામાં ચોમાસુ કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી નવી આગાહી, જુઓ અહીથી.

યોગ્ય લાઇટ મેનેજમેન્ટના અભાવે પણ આંખોમાં સમસ્યા સર્જાય છે

કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનની સ્ક્રીન પર દેખાતી તસવીરો અને તેમાંથી નીકળતો પ્રકાશ, સ્ક્રીન પર રંગોની ગોઠવણ અને યોગ્ય લાઇટ મેનેજમેન્ટના કારણે પણ આંખોમાં સમસ્યા સર્જાય છે. જો તમે તેને ઘટાડવા કે ટાળવા માંગતા હોવ તો. કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે ખાસ ચશ્માનો ઉપયોગ કરવો ખૂબ જ અગત્યનો છે. આ ઉપરાંત કામ કરતી વખતે આંખોને આરામ આપીને અને થોડો સમય સ્ક્રીનથી દૂર રહેવાથી આંખોને થતા જોખમોને ઘણી હદ સુધી ઘટાડો કરી શકાય છે. ચિકિત્સકના મત મુજબ Dry eye syndrome એક સાર્વત્રિક સમસ્યા છે. જેના માટે માત્ર કોમ્પ્યુટર અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ જ નથી, પરંતુ Cosmetic products, cold drinks વગેરે જેવી ખોટી ખાણીપીણી, હેલ્મેટ વગર વાહન ચલાવવાથી પણ Dry eye syndrome નો રોગ થાય છે.

Dry eye syndromeના લક્ષણો

Dry eye syndrome ના લક્ષણોમાં તમે આંખોમાં થાક લાગવો, તમને આંખોમાં ભારેપણું-લાલાશ, ચીડિયાપણું અને માથાનો દુખાવો અનુભવી શકો છો. આ બધા Dry eye syndrome ના લક્ષણો છે.

Dry eye syndrome ટાળવા માટેની રીત

  • સૌથી પહેલા તો કોમ્પ્યુટર તથા મોબાઈલનો સતત ઉપયોગ ન કરવો જોઈએ.
  • કોમ્પ્યુટર સ્ક્રીનને વધુ ઉંચાઈ પર ન રાખવી જોઈએ, કોમ્પ્યુટર પર કામ કરતી વખતે 30-30 સેકન્ડનો આરામ લેવો જોઈએ.
  • પ્રવાહીનું સેવન અને આહાર યોગ્ય રીતે લેવો જોઈએ
  • કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Mobile Computer Radiation
Mobile Computer Radiation

Radiation થી આંખની કઈ બીમારીનો રોગ વધ્યો છે ?

Dry eye syndrome રોગ

ડ્રાય આઇ સિન્ડ્રોમ રોગના લક્ષણો ક્યાં ક્યાં છે

આંખોને થાક લાગવો, આંખમાં લાલાસ, ચીડિયાપણું વગેરે લક્ષણો છે.

1 thought on “Mobile Computer Radiation: મોબાઈલ અને કોમ્પ્યુટરનું રેડીએશન આપણી આંખ તથા મગજ ને કેટલું નુકશાન કરે છે? ચાલો જાણીએ નિષ્ણાંતના મત મુજબ.”

Leave a Comment

error: Content is protected !!