Monsoon in July: જુલાઇ મહિનામાં ચોમાસુ કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી નવી આગાહી, જુઓ અહીથી.

Monsoon in July: જુલાઇ મહિનામાં ચોમાસુ કેવું રહેશે?: અંબાલાલ પટેલની આગાહી: હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે. ગુજરાતના લગભગ બધા વિસ્તારોમાં મેઘ મહેર યથાવત છે. ગુજરાતમાં સારો વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. તથા જે લોકો એ વાવણી કરી લીધી છે તેમના પાક માટે પણ ખૂબ ઉપયોગી થયો છે. ત્યારે હવે આગળ Monsoon in July એટલે કે જુલાઇ માસમાં વરસાદ કેવો રહેશે? તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવા માં આવી છે. તો જોઈએ આ Monsoon in July અંબાલાલ ની આગાહી નીચે મુજબ.

Monsoon in July વિશે

જે રીતે વાવાઝોડાની આગાહી 2 થી 3 મહિના પહેલા કરી દીધી હતી તે જ રીતે અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ કેટલીક શકયતાઓ વ્યક્ત કરી હતી. અંબાલાલે જે રીતે જૂન મહિનામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી તે મુજબ જુલાઈ માસમાં અને તે પછી શું થશે તે અંગે પણ શક્યતાઓ વ્યક્ત કરી દીધી છે. ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને આગામી સમયમાં પણ સારો વરસાદ થતો રહેવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે.

જુલાઈની આ તારીખમાં વરસાદ

અંબાલાલ પટેલ જણાવ્યુ છે કે, જુલાઈ માસની 4-5 તારીખ સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ છે, 8 થી 12 તારીખમાં પણ વરસાદ થઈ શકે છે. 11, 12 અને 13 તારીખ દરમિયાન દરિયકાંઠે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. એક મહિનામાં હવાના બે હળવા દબાણ ઉભા થાય તો ચોમાસું વધારે સારું રહેશે.

આ પણ વાંચો: ચોમાસામાં ગુજરાતનાં ધોધનો કુદરતી નજારો, અહી પ્રકૃતિ સોળે કળાએ ખીલી, જુઓ અહીથી.

જુલાઇ માસમાં સારો વરસાદ

જુલાઈ માહિનામાં સારો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું કે, 18, 19 અને 20 તારીખોમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે. આ વખતનું ચોમાસું નિયમિત ચોમાસાની પેટર્ન કરતા જુદું છે. બિપોરજોય વાવાઝોડાના કારણે જુદા જુદા ભાગોમાં હવાના દબાણ બન્યા હતા.

ચોમાસાની અલગ પેટર્ન

આવી જુદી પ્રકારની પેટર્નમાં ચોમાસા અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવી અઘરી છે, પરંતુ વરસાદ જુલાઈ માસમાં સારો રહેવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. ઓગસ્ટની શરુઆત અંગે પણ તેમણે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે.

ઓગસ્ટમાં પણ વરસાદ

ઓગસ્ટ મહિનાની શરુઆતમાં તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે, આ સાથે તેમણે જણાવ્યું કે, 17મી ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટી શકે છે. જોકે, ઓગસ્ટના પાછલા દિવસોમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે.

આ પણ વાંચો: દરેક સરકારી પરિક્ષામાં પૂછાઇ તેવો વિષય અંગ્રેજી. એક વખત તૈયાર કરી લીધા પછી કોઈ પણ પરીક્ષા પાસ.

સપ્ટેમ્બરમાં ચોમાસુ

સપ્ટેમ્બર માહિનામાં પણ જુદા જુદા ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. 5મી ઓક્ટોબરે પવન ફૂંકાશે. બંગાળના ઉપસાગરમાં હવાના હલક્લ દબાણ ઉભા થવાની શક્યતાઓ છે, 16 નવેમ્બરે પણ હવાનું હળવું દબાણ ઉભું થઈ શકે છે. 18-20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની સ્થિતિ રહેશે.

ચોમાસુ લાંબુ ચાલશે

આ ચોમાસાનું સરવૈયું કરીએ તો લાબું ચાલવાની સંભાવના છે તેવી અંબાલાલ આગાહી કરી રહ્યા છે. અંબાલાલ પટેલ ગ્રહો અને નક્ષત્રો તથા કુદરતી ફેરફારોના આધારે હવામાન અંગે આગાહી કરતા હોય છે, તેમની આગાહી ખેડૂતો માટે લાભદાયી પણ સાબિત થતી હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Monsoon in July
Monsoon in July

અંબાલાલની આગાહી મુજબ જુલાઇ માસમાં કેવું રહેશે ચોમાસુ ?

જુલાઇ માસમાં સારું રહેશે ચોમાસુ

1 thought on “Monsoon in July: જુલાઇ મહિનામાં ચોમાસુ કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી નવી આગાહી, જુઓ અહીથી.”

Leave a Comment

error: Content is protected !!