Nokia Mobile phone: નોકીયા કંપનીએ કર્યો ખાસ સ્માર્ટફોન લોન્ચ,5G નેટવર્ક સાથે તથા ફોન બગડ્તા જાતે જ રીપેર કરી શકો.

Nokia Mobile phone: નોકીયા કંપનીએ સ્માર્ટફોન કર્યો લોન્ચ, ફોન બગડ્તા જાતે જ રીપેર કરી શકો: બજારમાં જુદી જુદી કંપનીના સ્માર્ટ ફોન મળતા હોય છે. આ સાથે પોતાના સ્માર્ટ ફોન વધારે વહેચાય તે માટે કંપની પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા ફીચર લઈને આવતી હોય છે. ત્યારે Nokia કંપની પણ પોતાના યુઝર્સ વધારવા માટે નવા Nokia Mobile phone લોન્ચ કર્યા છે. જેની ખાસિયત એ છે કે જે Nokia Mobile phone બગડે તો ક્યાય મોબાઈલ ફોન વાળની દુકાને રીપેર કરવવાની જરૂર રહેશે નહીં, કારણ કે આ મોબાઈલ બગડ્તા તમે તેને જાતે રીપેર કરી શકો છો. આ Nokia Mobile phone વિશે વધુ માહિતી જોઈએ નીચે મુજબ.

Nokia Mobile phone વિશે

નોકિયાએ એક એવો Nokia Mobile phone લોન્ચ કર્યો છે જેને જરૂર પડ્યે યુઝર્સ પોતાની જાતે રિપેર કરી શકે છે. આ મોબાઈલ એટ્લે નોકિયા G42 5G નામનો મિડ રેન્જ સ્માર્ટફોન છે જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે. પરંતુ આ ભારતમાં સ્માર્ટફોનના લોન્ચિંગ વિશે કંપનીએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. વધુ જોઈએ નીચે મુજબ.

આ પણ વાંચો: કેનેડામાં સૌથી વધારે પગાર આપતી નોકરી, જુઓ લિસ્ટ અહીથી.

Nokia G42 5G

સ્માર્ટફોન કંપની નોકિયાએ તેનું નવું સાધન Nokia G42 5G યુરોપમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે યુઝર્સ તેને જાતે રિપેર કરી શકે છે. આ કંપનીનો પહેલો યુઝર રિપેર કરી શકાય એવો સ્માર્ટફોન બનાવવામાં આવ્યો છે.

રિપેર માર્ગદર્શિકા

નોકિયા G42 Quickfix repairability સાથે આવે છે, જે યુઝર્સને તૂટેલી સ્ક્રીન, બગડેલ ચાર્જિંગ પોર્ટ્સ અને ડેડ બેટરીને સરળતાથી બદલી શકે છે. iFixit સસ્તું રિપ્લેસમેન્ટ પાર્ટ્સ અને સ્ટેપ-બાય-સ્ટેપ રિપેર માર્ગદર્શિકા પણ આપવામાં આવે છે.

Nokia Mobile phoneની કિંમત

આ Nokia Mobile phone સ્માર્ટફોનની કિંમત 20,635 રૂપિયાની આજુબાજુ છે અને તે પર્પલ કલરમાં આવે છે. આ મોબાઈલની પાછળની પેનલ, જે Quickfix design સાથે આવે છે, તે 65 ટકા સુધી Recycle સામગ્રીથી બનેલી છે. તે જ સમયે, સ્માર્ટફોનમાં ડિસ્પ્લેની ઉપર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 ના સ્તરને કારણે, તે સેફ છે.

આ પણ વાંચો: ગદર 2 નું પહેલું સોંગ ઉડજા કાલે કાવા તેરે થયું રીલીઝ, આ સોંગમાં રોમેન્ટીક મોડમાં જોવા મળ્યા સની દેઓલ તથા અમીષા પટેલ.

Nokia G42 5G ના ફીચર

આ મોબાઈલ એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને કંપનીએ 2 વર્ષ સુધી સ્માર્ટફોનમાં OS અપડેટ્સ આપવામાં આવશે. નોકિયા G42 5Gમાં 50MP કેમેરા, 2MP ડેપ્થ અને 2MP મેક્રો કેમેરા સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનમાં 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAh બેટરી સાથે આવે છે. Nokia G42 5G ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 480+ ચિપસેટ દ્વારા ચાલે છે જે 6GB RAM અને 5GB Virtual RAM સપોર્ટ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને માઇક્રો SD કાર્ડનો ઉપયોગ કરીને મેમરી 1TB સુધી વધારી શકાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Nokia Mobile phone
Nokia Mobile phone

નોકીયાના આ ફોનની કિંમત કેટલી છે ?

20635 રૂપિયા

આ મોબાઇલમા કઈ ઓપરેટિંગ સિસ્ટમ આવે છે ?

એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ આવે છે.

1 thought on “Nokia Mobile phone: નોકીયા કંપનીએ કર્યો ખાસ સ્માર્ટફોન લોન્ચ,5G નેટવર્ક સાથે તથા ફોન બગડ્તા જાતે જ રીપેર કરી શકો.”

Leave a Comment

error: Content is protected !!