Rules changing in July: 1 જુલાઇથી બદલનારા નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર,જાણો કયા નિયમો બદલશે,અહીથી જુઓ.

Rules changing in July: 1 જુલાઇથી બદલનારા નિયમો: તમારા ખિસ્સા પર થશે અસર: ભારત સરકાર દ્વારા જુદા જુદા સમયે નિયમો માં બદલાવ કરતાં હોય છે. આ નિયમો માં વસ્તુના ભાવોમાં વધારો ઘટાડો, બેન્કના નિયમમાં ફેરફાર, પેટ્રોલ ડિઝલના ભાવોમાં ફેરફાર, ગેસના ભાવામાં ફેરફારો અવારનવાર થતાં રહેતા હોય છે. ત્યારે ફરીથી આપણે ત્યાં Rules changing in July એટલે કે 1 જુલાઇથી બદલનારા નિયમોમાં બદલાવ થવાના છે. ત્યારે આ Rules changing in July એટલે કે 1 જુલાઇથી બદલનારા નિયમોશું ફેરફાર હશે તેની માહિતી મેળવીએ નીચે મુજબ.

Rules changing in July વિશે

જૂન મહિનો પૂરો થવા ને આરે છે. જુલાઈ મહિનાને 2 દિવસ બાકી છે. ત્યારે જુલાઈ મહિનો તમારા ખિસ્સા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે. આ મહિને પૈસા સાથે જોડાયેલા એવા ઘણા ફેરફારો થવાના છે, કે જેની સીધી અસર આપણા ખિસ્સા અને માસિક બજેટ પર પડશે. આવી સ્થિતિમાં, આ ફેરફારો વિશે જાગૃત રહેવું જરૂરી છે. ચાલો જાણીએ કે જુલાઇથી એવા તો કયા ફેરફારો થવાના છે.

LPG ની કિંમત

દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા LPGની કિંમતો નક્કી કરવામાં આવે છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.1 જૂને ગેસ સિલિન્ડરનું વેચાણ કરતી પેટ્રોલિયમ કંપનીઓએ LPGના દરમાં ફેરફાર કર્યો હતો. આવી સ્થિતિમાં જુલાઇમાં સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે કે કેમ તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના મિનિ કશ્મીર તરીકે ઓળખાતું આ પોલો ફોરેસ્ટ, શું તમે જોયું છે આ રમણીય સ્થળ,

CNG અને PNGના ભાવમાં ફેરફાર

1 જુલાઈથી ગેસ વિતરણ કંપનીઓ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલિયમ કંપનીઓ નિયમિત રીતે દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવમાં ફેરફારની ચર્ચા કરે છે. એટલે આ મહિને CNG અને PNGના ભાવમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.

ક્રેડિટ કાર્ડ ને લગતા નિયમોમાં ફેરફાર

જો તમે બીજા દેશમાં રજાઓ ગાળવા જઈ રહ્યા હોવ તો તમારું બજેટ થોડું વધારજો. વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ માટે Tax collected at source (TCS) વસૂલવાની નવી જોગવાઈ 1 જુલાઈ, 2023થી લાગુ થઈ શકે છે. જો રકમ રૂ. 7 લાખથી વધુ હોય, તો લોકોએ 20 ટકા TCS ચાર્જ ચૂકવવો પડશે. જે આ નવો નિયમ બનશે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Rules changing in July
Rules changing in July

દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલિયમ કંપનીઓ ગેસના ભાવોમાં ક્યારે ચર્ચા કરે છે ?

દર મહિનાની 1 તારીખે

Rules changing in July માં ક્રેડિટ કાર્ડમાં ક્યાં નિયમમાં ફેરફાર થશે ?

Tax collected at source (TCS) વસૂલવાની નવી જોગવાઈ 1 જુલાઈ, 2023થી લાગુ થઈ શકે છે

2 thoughts on “Rules changing in July: 1 જુલાઇથી બદલનારા નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર,જાણો કયા નિયમો બદલશે,અહીથી જુઓ.”

Leave a Comment

error: Content is protected !!