SIM CARD FECTS: શું આપ જાણો છો કે આપણી પાસે રહેલ સિમ કાર્ડ 1 સાઈડના ખૂણેથી કેમ કટ હોય છે? આવો જાણીએ આ ફેક્ટ વિશે.

SIM CARD FECTS: સિમ કાર્ડ 1 સાઈડના ખૂણેથી કેમ કટ હોય છે?: આજકાલ દરેક લોકો પાસે મોબાઈલ ફોન નો ઉપયોગ કરતાં જોવા મળે છે. અને આ મોબાઈલ ફોન સ્માર્ટ કે સાદો બંને પ્રકારના હોય છે. આ મોબાઇલમા આપણે બધા સિમ કાર્ડનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. જો તેમાં સિમ કાર્ડ ન હોય તો તે મોબાઈલ ઉપયોગી નથી તેમ પણ કહી શકાય. પરંતુ આ સિમ કાર્ડનો ઉપયોગ કરતાં તમામ લોકો ને ખબર જ હશે કે સિમ કાર્ડ એક સાઈડના ખૂણેથી કટ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ હોય છે? તો આવો જાણીએ આ SIM CARD FECTS માં નીચે મુજબ.

SIM CARD FECTS વિશે

મોબાઈલ ફોન આજના યુગમાં મૂળભૂત જરૂરિયાત જ બની ગઈ છે. જો કોઈ કારણોસર ફોન બગડી જાય કે ખોવાઈ જાય તો એવું લાગે છે કે ઘણું બધું જ ખોવાઈ ગયું છે. પણ આટલું મહત્વપૂર્ણ હોવા છતાં, સિમ કાર્ડ વગર મોબાઇલ ફોન ણો ઉપયોગ અધૂરો છે. જો તમે સિમ કાર્ડને ધ્યાનથી જોશો તો તે એક બાજુથી કપાયેલું હોય છે. શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? તો ચાલો જોઈએ આ SIM CARD FECTS વિશે.

આ પણ વાંચો: ચોમાસામાં પલળી ગયા પછી થતાં શરદી-ઉધરસ માટેનો દેસી રામબાણ ઈલાજ, જુઓ અહીથી.

સૌથી પહેલા તો ચાલો જાણીએ કે સિમ કાર્ડનો અર્થ શું થાય છે. SIMનો સંપૂર્ણ અર્થ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ (Subscriber Identity Module) થાય છે. આ સિમકાર્ડની મદદથી મોબાઈલ ફોનમાં સિગ્નલ આવે છે, જેની મદદથી આપણે SMS, CALL કેInternet ણો ઉપયોગ કરી શકીએ છીએ. શરૂઆતમાં, જ્યારે આ સિમ કાર્ડ પ્રેક્ટિસમાં આવ્યા ત્યારે તે બાજુથી તેને કાપવામાં આવતા ન હતા પણ ચોરસ હતા. જો કે, પાછળથી કંઈક એવું બન્યું કે તેમનો એક છેડો કપાવા લાગ્યો.

સિમકાર્ડની ડિઝાઇનમાં ફેરફાર

હકીકતમાં, જ્યારે આ સિમ કાર્ડ ઉપયોગમાં આવ્યા, ત્યારે ચોરસ કદના કારણે, લોકોને તેને ફોનમાં નાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણી વાર ઉપયોગમાં લેવાતું સિમ કાર્ડ મોબાઈલ ફોનમાં ફસાઈ જતું હતું, તેને કાઢવાની પ્રક્રિયામાં મેમરી ચિપ પણ બગડી જતી હતી. ઘણી વાર સ્ક્રેચ થવાને કારણે સિમ કાર્ડ તૂટી જતું હતું. આ બધા કારણોને લીધે સિમની ડિઝાઇનમાં ફેરફારની જરૂરિયાત ઉપસ્થિત થવા લાગી.

આ પણ વાંચો: VI ના નવો રિચાર્જ પ્લાન લોન્ચ, આ રિચાર્જથી યુઝર્સને મળશે Disney+ Hotstar Free, જલ્દી ઉઠાવો લાભ.

ત્રાંસા કાપેલા સિમ કાર્ડ

લોકોની તકલીફને લઈને કેટલીક ટેલિફોન કંપનીઓએ સિમ કાર્ડની ડિઝાઈનમાં થોડો ફેરફાર કર્યો અને તેને એક બાજુથી કટ કરવાનું શરૂ કર્યું. મોબાઈલ ફોનમાં નવા ડિઝાઈન વાળા સિમ કાર્ડ install કરવાનું પણ સરળ થઈ ગયું છે અને ચિપને થતું નુકસાન પણ ઓછું થઈ ગયું છે. આ જોઈને અન્ય તમામ ટેલિકોમ કંપનીઓએ આ નવો ફેરફાર અપનાવ્યો અને હવે આ ત્રાંસા કાપેલા સિમ કાર્ડનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે.

સોનાનો ઉપયોગ

SIM CARD FECTSમાં બહુ ઓછા લોકો ખબર હશે કે આપણા મોબાઈલ ફોનના સિમ કાર્ડમાં સોનાનો ઉપયોગ થાય છે. આ સોનું તેને ખતરાથી બચવામાં મદદ કરે છે. આ સિમ પર ઓક્સિડાઇઝ્ડ સિલ્વર પણ વપરાય છે. જેના કારણે સિમ કાર્ડ અને તેની મેમરી ચિપ લાંબા સમય સુધી કોઈપણ ખરાબી વગર કામ કરે છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે સિમ કાર્ડનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
SIM CARD FECTS
SIM CARD FECTS

SIM CARD FECTS માં ક્યાં તત્વોનો ઉપયોગ થાય છે ?

સોનું તથા ઓક્સિડાઇઝ્ડ સિલ્વર

સિમ કારનું પૂરું નામ શું છે ?

સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ (Subscriber Identity Module)

error: Content is protected !!