Stock market information: 3 રૂપિયાના શેર પહોચ્યો 1400 ને પાર, ફક્ત 1 લાખના રોકાણને 9 વર્ષમાં બનાવી દીધા 5 કરોડ; તમે પણ જાણો આ રોકાણ વિશે

Stock market information: ફક્ત 1 લાખના રોકાણને 9 વર્ષમાં બનાવી દીધા 5 કરોડ: આપણાં દેશમાં લોકો જુદા જુદા પ્રકારમાં પોતાનું ઇન્વેસ્ટમેંટ કરતાં હોય છે. તેમાં PPF, પોસ્ટમાં, બેન્કની સ્કીમો તથા સ્ટોક માર્કેટમાં રોકાણ કરતાં હોય છે. તેમાં હાલતો લગભગ બધા લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે કારણકે તેમાં વધુ બેનિફિટ માલ્ટા હોય છે. પરંતુ અમે એક એવા શેર વિષે વાત કરવા જઈ રહ્યા છે કે તેમાં સૌથી વધુ બેનફિટ મળે છે. તો ચાલો જાણીએ Stock market information વિશે નીચે મુજબ.

Stock market information વિશે

Stock market information વિશે વાત કરવામાં આવે તો જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ (jyoti resins and adhesive) કંપનીનો એક એવો શેર છે જે ઘણા વર્ષો સુધી પેની સ્ટોક બનેલો રહ્યો હતો. પરંતુ 2014 બાદ તેમાં જોરદાર તેજી આવી અને આજે તેનો ભાવ 1400 રૂપિયાને પાર પહોંચી ગયો છે. એટ્લે કે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તમને 5 કરોડ રૂપિયા મળવા પાત્ર હોત. ચાલો જાણીએ વિગતે માહિતી આ શેર વિશેની.

સ્ટોક માર્કેટ

સ્ટોક માર્કેટમાં લગભગ લોકો જલદી પૈસા બનાવવા વિશે વિચારતા હોય છે. ઘણીવાર તેની આ ઈચ્છા પૂરી થઈ જાય છે. પરંતુ સામાન્ય રીતે સ્ટોક માર્કેટમાં તેનો જલવો જોવા મળે છે જે લાંબી રેસ દોડીને આવે છે. જ્યોતિ રેઝિન અને એડહેસિવ્સ (jyoti resins and adhesive) ના રોકાણકારોએ આ વાતનો પૂરાવો છે. આ કંપનીના શેર ખુબ લાંબા સમય સુધી 10 રૂપિયાની અંદર ટ્રેડ કરતા રહ્યાં. પરંતુ 2014 બાદ તેના રોકાણકારોનું ભાગ્ય બદલાયું. આ શેર 1994માં BSE પર લિસ્ટ થયો હતો. ત્યારે તેની કિંમત 3 રૂપિયા જેટલી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, જુઓ ક્યાં વિસ્તારમાં આવશે આ સંકટ

1995માં આ શેર 60 રૂપિયાની ઉપર પહોંચ્યો હતો પરંતુ ધીમે ધીમે નીચની તરફ આવી ગયો. આ શેર 2000 વાળા દાયકામાં તો 10 રૂપિયાની ઉપર નિકળી શક્યો નહીં. 5 સપ્ટેમ્બર 2014ના આ શેર 2.73 રૂપિયાનો હતો. ત્યારબાદ તેમાં તેજી આવવાની શરૂ થઈ હતી. આગામી ત્રણ વર્ષ એટલે કે 2017 સુધી શેર 57 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

2020માં સ્પીડ પકડી

આ શેર 2020માં આ શેર મેટ્રોની જેમ ઉપરની તરફ ભાગ્યો. 2020માં શેરએ 100 રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ 2021માં 500ને પાર પહોંચ્યો. આ રીતે આગળ જતાં જતાં આજે શેર 1404 રૂપિયા પર આગળ વધી રહ્યો છે. આ સ્ટોકે 2014થી અત્યાર સુધી પોતાના શેરધારકોને 28000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ઘણા લોકો કહે છે કે આવી પેટર્ન માત્ર સપનામાં જોવા મળે છે. પરંતુ આ સત્ય છે.

1 લાખ રૂપિયાના થયા 5 કરોડ રૂપિયા

સ્ટોકની શરૂઆત છોડો જો કોઈએ તેમાં 2014ના સપ્ટેમ્બરમાં પૈસા લગાવ્યા હોત તો તે લોકો આજે માલામાલ બની ગયો હોત. જો કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો 2.74 રૂપિયા પ્રતિ શેરના ભાવે તેના ડીમેટ ખાતામાં 36630 શેર આવી ગયા હોત. આજે આ શેર આશરે 1405 રૂપિયાનો છે. આ શેરની વર્તમાન કિંમત 5,14, 65,150 રૂપિયા થઈ ગઈ હોત.

આ પણ વાંચો: ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, જુઓ ક્યાં વિસ્તારમાં આવશે આ સંકટ

જ્યોતિ રેઝિન્સ એક સ્પેશિયાલિટી કેમિકલ કંપની

જ્યોતિ રેઝિન્સ એક સ્પેશિયાલિટી કેમિકલ કંપની છે. તે Adhesives બનાવે છે જે લાકડા અને પાઈપોને ચોંટાડે છે. તેનું બ્રાન્ડ નેમ યુરો છે. કંપનીનું માર્કેટ કેપ હાલમાં 1681 કરોડ રૂપિયા છે. તેના શેરની ફેસ વેલ્યુ રૂ.10 છે. કંપનીના શેરમાં રૂ. 1818 ની 52 સપ્તાહની ઊંચી સપાટી અને રૂ. 700ની નીચી સપાટી છે. કંપનીના પ્રમોટરો તેના 50.82 ટકા શેર ધરાવે છે. તે જ સમયે, 48.85 ટકા શેર રિટેલ માર્કેટમાં છે.

ખાસ નોધ: અહીં માત્ર સ્ટોકના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે. તમારા એડવાઇઝર સાથે સલાહ લઈ શકો છો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Stock market information
Stock market information

જ્યોતિ રેઝિન્સ એક સ્પેશિયાલિટી કેમિકલ કંપની નો 1 લાખના શેર અત્યારે કેટલી કિંમત મળે છે ?

5,14, 65,150

Leave a Comment