ગુજરાતના ફરવાલાયક સ્થળો: ક્યાય ફરવા જવાનુ વિચારતા હોય તો આ છે ગુજરાતના બેસ્ટ સ્થળો

ગુજરાતના ફરવાલાયક સ્થળો: Tourist places of Gujarat: હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને લોકોને વેકેશન છે. આ વેકેશનમાં લોકો અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છે. લોકોને ક્યાય ફરવા જવાનુ વિચારતા હોય તો આ છે ગુજરાતના બેસ્ટ સ્થળો છે જે તમે ફરી શકો છો. લોકો હાલમાં તો પ્રકૃતિ , નદીઑ ,ધોધ , હિલસ્ટેશન જેવા સ્થળો એ ફરવા જવું વધુ પસંદ હોય છે આ માટે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય છે. આ માટેના બેસ્ટ સ્થળો વિશે નીચે મુજબ માહિતી જોઈએ.

ગુજરાતના ફરવાલાયક સ્થળો

ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ વગેરે અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે પ્રકૃતિમાં મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પોતાની કારમાં સરળતાથી પહોંચી શકો છો. આ માટે નીચે મુજબ આપેલા સ્થળો વિશે જોઈએ.

પોલો ફોરેસ્ટ

ગુજરાતના ફરવાલાયક સ્થળો માં જોઈએતો પોલોનું જંગલ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલું છે. આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ કરી શકો છો. જોકે તમે આખું વર્ષ પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી જોવા મળશે. જેને જોઇને આપનું મન પણ એકદમ પ્રકુલિત થઈ જશે.

આ પણ વાંચો: Portable Cooler: 2000 થી ઓછી કિંમતમા મળે છે આ Mini AC, મળશે શીમલા જેવી ઠંડી હવા Free

ઝરવાણી ધોધ

નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલો ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં ખૂબ જ સુંદર લાગે છે. આજુબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણ ડૂબે તેવી નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સુંદર લાગણી અનુભવ કરાવે છે.

તારંગા

મહેસાણા જિલ્લામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફૂટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવા મળે છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું ખૂબ સરસ મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી

ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં વધુ વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની છે. આ સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા છે.અહીં હજારોની સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે આવેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તથા વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે Leisure Show, Light Show, Flower Valley, Nauka Vihar, Cactus Garden, Butterfly Garden, Ekta Nursery, Jungle Safari, Ekta Mall વગેરે જોવાલાયક સ્થળો છે.

આ પણ વાંચો: વોટસઅપ મા આવ્યુ નવુ ફીચર, હવે મેસેજ એડીટ પણ કરી શકાસે; મેસેજ મોકલવામા થયેલી ભુલ કેવી રીતે સુધારશો ?

સાપુતારા

ડાંગના આહવા તાલુકામાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ ખૂબ જ રમણીય સ્થળ છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવા લાયક સ્થળ છે. ઉપરાંત અહી પહાડીઓ પરથી Sunset અને Sunrise Point નો લ્હાવો લઈ શકાય છે. સાપુતારાથી થોડે દૂર “Niagara of Gujarat” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા પણ ઉપલબ્ધ્ધ છે.

પીરોટન ટાપુ

પીરોટન ટાપુ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે 12 નોટિકલ માઈલ દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુની આસપાસ અદભુત દરીયાઈ જીવ સૃષ્ટિ તથા જંગલ છે. મોટાભાગના પ્રવાશીઓ શિયાળા દરમ્યાન પ્રવાશે આવે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત હોવાને કારણે પીરોટનની મુલાકાતે જવા મટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવા ની રહેશે. ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં ભારતીય લોકો માટે વન વિભાગ, કસ્ટમ્સ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે.

પાલિતાણા

ભાવનગરમાં પાલિતાણા જૈનોનું એક મુખ્ય તીર્થસ્થાન છે. આ નગરને “મંદિરોનું શહેર” કહેવાય છે. ગુજરાતના ફરવાલાયક સ્થળો આ મંદિરોમાં અદભૂત કોતરણી, પવિત્રતાનો સંગમ, આહલાદક અને શાંતિનો અનુભવ માટે પાલિતાણાની મુલાકાત લેવી જોઈએ. અહીં સુંદર શેત્રુંજય ડુંગર આવેલો છે. જેના શિખર પર અનેક નાના-મોટા જૈન દેરાસરો આવેલા છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલા આ તીર્થંને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. અહીંયાનું નયનરમ્ય વાતાવરણ બધાંને મંત્ર મુગ્ધ કરી દે છે.

નળ સરોવર

અમદાવાદથી નળ સરોવર અંદાજિત 70 કિલોમીટરથી દૂર આવેલું છે. નળસરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. જે 4થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. 200 થી વધુ અલગ અલગ પ્રકારના પક્ષીઓ આ તળાવમાં રહે છે અને અહીં સાઇબેરીયાથી પક્ષીઓ પણ આવે છે. નળ સરોવરમાં Pink pelicans, flamingos, crakes, herons, white storks જેવા જુદી જુદી જાતના પક્ષીઓ જોવા મળશે. શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે.

ધોરડો સફેદ રણ

કચ્છનું સફેદ રણ એક ખૂબ નયનરમ્ય સ્થળ છે. અહીં ઘણા પ્રવાસો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. અહીં કચ્છની પરંપરાગત-કલાત્મક વસ્તુઓ પણ મળે છે. કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવું દ્રશ્યમાન થાય છે. રાતની ચાંદનીમાં આ રણનીનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે.

જાંબુઘોડા

પંચમહાલ જિલ્લામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. આ વન જુદા જુદા પ્રાણીઑ તથા ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ નિવાસ સ્થળ છે. અન્ય પ્રાકૃતિક સ્થળની સરખામણીમાં આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં ખૂબ જ વધારો થાય છે. આ અભયારણ્યમાં ફરવા માટે ઘણા સ્થળો છે. અહીં દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આવતા હોય છે.

ઈડરિયો ગઢ

ઈડરને એક ઐતિહાસિક નગર છે. ખાસ કરીને ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે. અજેય ગણાતા ઈડરના ગઢ એ જીતનું પ્રતિક છે. અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઈડર. પથ્થરની વિશાળ શીલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીખમ ઉભેલું છે. ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. શિયાળા અને ચોમોસાની સિઝનમાં તમે ઈડરિયા ગઢની મુલાકાત લઈ શકો છો.

ગીરનું જંગલ

ગુજરાતનો સૌથી મોટું અભયારણ્ય એટલે ગીર. સિહોની વસ્તી ધરાવતું આ અદભૂત સ્થળ, પ્રવાસીઓને ખુબ આકર્ષણ નું કેન્દ્ર છે. વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી લોકો પ્રકૃતિનો આનંદ માણવા અહી આવે છે. ગીરનું જંગલ વરસાદ અને ઠંડીની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. એશિયામાં માત્ર ગીર અભયારણ્યમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે. માનસિક શાંતિ માટે અને પ્રકૃતિની ખોજમાં ખોવાઈ જવા માટે ગુજરાતમાં ગીરનું જંગલ સુંદર વિકલ્પ છે. ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ પણ આવેલા છે.

દેવભૂમિ દ્વારકા

ચાર ધામની યાત્રા માનું સ્થળ એટ્લે ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા, દ્વારકામાં જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર, શિવરાજપુર બીચ જોવા લાયક સ્થળો છે. દ્વારકાથી 30 કિલોમીટર નજીક બેટદ્વારકા આવેલું છે. વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ મહત્વનું સ્થળ ધરાવે છે. દ્વારકાથી ફેરીબોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જઈ શકાય. મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો પણ આવેલા છે. દ્વારકામાં આદ્ય શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા છે.

દીવ

દિવ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અને તે ગુજરાતનો ભાગ નથી પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે. દીવની ફરતે દરિયો છે. દીવમાં નાગવા બીચ આકર્ષણનું કેન્દ્ર છે. દીવમાં ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળો છે. ઉપરાંત અહીની નાઈડા કેવ્સ પણ શાનદાર છે. દીવના દરિકા કિનારે બીચ સ્પોર્ટ પણ લોકોને આકર્ષે છે. દીવમાં અનેક હોટલો આવેલી છે. દીવથી સોમનાથ જવા ઈચ્છતા લોકોએ માત્ર 90 કિલોમીટરનું અંતર કાપવું પડશે.

ડાંગ

ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપદાનો ભંડાર એટલે ડાંગ. જ્યા સાપુતારા હિલ સ્ટેશન, ગિરા ધોધ, બોટનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ, ધરમપુર હિલ્સ આવેલા છે. ડાંગ જિલ્લો કુદરતી સોંદર્યથી સુંદર છે. અને એટલે જ તેને ગુજરાતનું સ્વર્ગ ગણવામાં આવે છે. અહીં સાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો આવેલા છે. અહીં અંબિકા, પૂર્ણા, સર્પગંગા, ખાખરી, ગિરા નદી આવેલી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અહીં જ પડે છે. અહીંનું હવામાન એકદમ ખુશનુમા રહે છે. ઉનાળામાં રજાઓ માણવા માટે ડાંગ સૌથી બેસ્ટ જગ્યા છે.

આ ઉપર મુજબના સ્થળોએ તમે પરિવાર સાથે વેકેશનની મજા માણી શકો છો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
ગુજરાતના ફરવાલાયક સ્થળો
ગુજરાતના ફરવાલાયક સ્થળો

સ્ટેચ્યું ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે ?

182 મીટર