વિદ્યાસહાયક ભરતી: વિદ્યાસહાયકોને જિલ્લા પસંદગી બાબત ન્યુઝ, ક્યારે આપવામા આવશે નિમણૂંક

વિદ્યાસહાયક ભરતી: પ્રાથમિક શાળાઓમા ધોરણ 1 થી 8 મા TET પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોની શિક્ષક તરીકે નિમણૂંક કરવામા આવે છે. જેને વિદ્યાસહાયક ભરતી કહે છે. રાજયમા 2600 જગ્યાઓ પર વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે ઓકટોબર-નવેમ્બર 2022 મા ઓનલાઇન ફોર્મ ભરવામા આવ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી માસમા આ ભરતી માટે મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યા હતા. વિદ્યાસહાયકોની ભરતી માટે ફાઇનલ મેરીટ લીસ્ટ ક્યારે પ્રસિધ્ધ થશે અને ક્યારે જિલ્લા પસંદગી આપવામા આવશે તે અંગે શકયતાઓ જોઇએ.

વિદ્યાસહાયક ભરતી 2023

ભરતી સંસ્થાગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ
કાર્યક્ષેત્રસરકારી પ્રાથમિક શાળાઓ
સેકટરપ્રાથમિક શિક્ષણ
જગ્યાનુ નામવિદ્યાસહાયકોની ભરતી
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
કુલ જગ્યાઓ2600
સ્ટેટસફાઇનલ મેરીટ અને જિલ્લા પસંદગી બાકી
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકvsb.dpegujarat.in

આ પણ વાંચો: Government Job Group: શું તમે જાણો છો સરકારી નોકરીમાં ગ્રૂપ A , B , C અને D નો મતલબ, જુઓ શું છે તફાવત આ ગ્રૂપ માટે.

વિદ્યાસહાયક સ્થળ પસંદગી

વિદ્યાસહાયકો ની ભરતી માટે જાન્યુઆરી મા મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ થયા બાદ પ્રાથમિક શિક્ષકોના આંતરિક અને જિલ્લા ફેર બદલી કેમ્પો ન થવાને લીધે આ વિદ્યાસહાયકોને જિલ્લા પસંદગી અને સ્થળ પસંદગી આપવા માટે પ્રક્રિયા ખોરંભે ચડી હતી. હવે પ્રાથમિક શિક્ષકોના બદલી માટેના નવા નિયમો જાહેર કરવામા આવ્યા છે. અને હાલ આંતરિક બદલી કેમ્પ પણ ચાલી રહ્યા છે. જેને લીધે આવનારા દિવસોમા નવા વિદ્યાસહાયકોને જિલ્લા ફાળવવાની અને ભરતીની પ્રક્રિયા હાલશે.

વિદ્યાસહાયક જિલ્લા પસંદગી

વિદ્યાસહાયક ની ભરતી માટે અરજી કરેલા ઉમેદવારોનુ નિયમાનુસાર મેરીટ લીસ્ટ બનાવી મેરીટ આધારીત ઉમેદવારોને જિલ્લાઓમા ખાલી રહેલી જગ્યાઓ પર પસંદગી આપવામા આવે છે. આ જિલ્લા પસંદગી પૂર્ણ થયા જિલ્લા કક્ષાએ ઉમેદવારોને મેરીટ આધારીત શાળા પસંદગી આપવામા આવે છે. નવી વિદ્યાસહાયક ભરતીની આ સમગ્ર પ્રક્રિયા પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પો પૂર્ણ થયા બાદ ઓગષ્ટ માસમા ચાલુ થવાની શકયતાઓ દેખાઇ રહિ છે.

આ પણ વાંચો:  શું નોકરી કરતાં કર્મચારીને મળશે વધારે પેન્સન, સરકારનો ખુલાસો, મીડિયા ન્યૂઝ મુજબ આવ્યો રિપોર્ટ.

વિદ્યાસહાયક ની ભરતી માટેની લેટેસ્ટ સૂચનાઓ ઓફીસીયલ વેબસાઇટ vsb.dpegujarat.in પર મૂકવામા આવે છે. તમે પણ જો વિદ્યાસહાકો ની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને હવે ફાઇનલ મેરીટ તથા જિલ્લા પસંદગીની રાહ જોઇ રહ્યા હોય તો ઓફીસીયલ વેબસાઇટ vsb.dpegujarat.in ચેક કરતા રહેશો. જ્યારે પણ મેરીટ અને જિલ્લા પસંદગી રાઉન્ડ જાહેર થશે ત્યારે આ વેબસાઇટ પર માહિતી મૂકવામા આવશે.

અગત્યની લીંક

વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
વિદ્યાસહાયક ભરતી
વિદ્યાસહાયક ભરતી

વિદ્યાસહાયકોને ક્યારે જિલ્લા પસંદગી આપવામા આવશે ?

ઓગષ્ટ માસમા વિદ્યાસહાયકોને જિલ્લા પસંદગી આપવામા આવે તેવી શકયતાઓ છે.

1 thought on “વિદ્યાસહાયક ભરતી: વિદ્યાસહાયકોને જિલ્લા પસંદગી બાબત ન્યુઝ, ક્યારે આપવામા આવશે નિમણૂંક”

Leave a Comment

error: Content is protected !!