Waterfalls Gujarat in Monsoon: ચોમાસામાં ગુજરાતનાં ધોધનો કુદરતી નજારો, અહી પ્રકૃતિ સોળે કળાએ ખીલી, જુઓ અહીથી.

Waterfalls Gujarat in Monsoon: ચોમાસામાં ગુજરાતનાં ધોધનો કુદરતી નજારો: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. અને ગુજરાતમાં સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન મુજબ ગુજરાતમાં છેલ્લા 22 કલાકમાં 221 તાલુકામાં વરસાદ પડ્યો છે. આ વરસાદ પડવાની સાથે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સાથે Waterfalls Gujarat in Monsoon એટલે કે ચોમાસુ શરૂ થતાં ગુજરાતમાં આવેલા ધોધ વહેવાની શરૂઆત થઈ ગઈ છે. આ ધોધ વહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવું નયન રમ્ય દ્રસ્ય સામે આવે છે. ત્યારે આ Waterfalls Gujarat in Monsoon માં કેવા દેખાઈ રહ્યા છે તે જોઈએ નીચે મુજબ.

Waterfalls Gujarat in Monsoon વિશે

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ સ્થિતિમાં આખા ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને ડાંગ સુધી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે એટલું જ નહીં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુસી જોવા મળી રહી છે. કારણકે ચોમાસુ પાક કરવા માટે ખેડૂતોને પાણીની ખૂબ જરૂર પડે છે તેવામાં વાવણીના સમયે જ વરસાદ થતાં ખેડૂતોને પાક વાવણી માટે સરળતા પડી રહી છે.

આ પણ વાંચો: દરેક સરકારી પરિક્ષામાં પૂછાઇ તેવો વિષય અંગ્રેજી. એક વખત તૈયાર કરી લીધા પછી કોઈ પણ પરીક્ષા પાસ.

પરંતુ આ સાથે જ ખુશીનું વાતાવરણનું મોજું ફળી વર્યૂ છે. ફરવા જવાનું મન થાય તેવુ વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ચોમાસુ આવ્યુ એટલે ગુજરાતના ધોધ ફરી ચાલુ થયા છે. ત્યારે ગુજરાતના આ ધોધ પર નજર કરવા જેવી છે. જો તમને ચોમાસામાં ક્યાંય ફરવા જવાનુ મન હોય તો આ ધોધ જોવા જજો, કારણ કે ધોધ ઉડીને આંખે વળગે તેવા છે.

શિવ ઘાટનો ધોધ

ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે નાના ઝરણાં અને ધોધ ફરી જીવંત થયા છે. ખાસ કરીને આહવા નજીક આવેલ શિવ ઘાટનો ધોધ ફરી જીવંત થયો છે. શિવઘાટ ધોધમાં નવા નીરની આવક થતાં નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. ડાંગનું કુદરતી સૌંદર્ય વરસાદી માહોલને લઈને સોળે કળાએ ખીલ્યું છે. તો સાથે જ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં નવા નીર આવતા થતાં જુદા જુદા ચેકડેમો ઓવરફ્લો થયા છે. સતત પાણીની આવક થતા પૂર્ણાં, અંબિકા, ખાપરી અને ગીરા નદીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ રહેતાં ખેડૂતો પણ ખેતીકામમાં જોડાઈ જાય છે.

બોટાદનો ધોધ

બોટાદના ગઢડા તાલુકાના કેરાળા ગામે આવેલ ઐતિહાસિક સહસ્ત્રધરા ખોડિયાર મંદિરે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. કેરાળા અને ઉપરવાસમાં પડેલ ધમાકેદાર વરસાદના કારણે ઝરણા અને પાણીનાં આવક શરૂ થયા છે. કેરાળા ગામે આવેલ સહસ્ત્રધરોમા ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. ખોડીયાર મંદિર બાજુમાં વરસાદના જોરદાર ધોધ અને ઝરણાના સુંદર દ્રશ્યો સર્જાયા છે. શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. વરસાદના ધોધ અને ઝરણાનો કુદરતી નજારો જોવા મળ્યો છે. ત્યારે ફરી એકવાર અહી પ્રવાસીઓ ઉમટી પડશે. કારણ કે આ ધોધ ફરી શરૂ થયો છે.

આ પણ વાંચો: રસોડામાં રહેલી આ 5 વસ્તુ ક્યારેય એક્સપાયરી થતી નથી, આંખો બંદ કરી ઉપયોગ કરી શકો, જાણો અહીથી.

સોનગઢનો ધોધ

છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના સોનગઢના જંગલનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. દક્ષિણ સોનગઢના જંગલ વિસ્તારોના નાના-મોટા ઝરણા તેમજ ધોધ ફરી શરૂ થયા છે. ચોમાસાની ઋતમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો સોનગઢનો ચીમેર ગામે આવેલ ચિમેર ધોધ ફરી ચાલુ થયો છે. ગાઢ જંગલની વચ્ચે લગભગ 300 ફૂટની ઊંચાઈ પડતો ચિમેર ધોધ Active થયો છે. ચોમાસાની ઋતુમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને ડગલે દક્ષિણ સોનગઢમાં જંગલનું સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચિમેર ધોધને જોવા માટે સુરત, વડોદરા અને સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ આવતા હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Waterfalls Gujarat in Monsoon
Waterfalls Gujarat in Monsoon

સોનગઢનો ધોધ કેટલી ઊંચાઈ એ થી વહે છે ?

આ ધોધ 300 ફૂટ ઊંચાઈએ તથી વહે છે .

શિવઘાટનો ધોધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?

ડાંગ જીલ્લામાં

1 thought on “Waterfalls Gujarat in Monsoon: ચોમાસામાં ગુજરાતનાં ધોધનો કુદરતી નજારો, અહી પ્રકૃતિ સોળે કળાએ ખીલી, જુઓ અહીથી.”

Leave a Comment

error: Content is protected !!