Polo Forest: ગુજરાતના મિનિ કશ્મીર તરીકે ઓળખાતું આ પોલો ફોરેસ્ટ, શું તમે જોયું છે આ રમણીય સ્થળ,

Polo Forest: ગુજરાતના મિનિ કશ્મીર તરીકે ઓળખાતું આ પોલો ફોરેસ્ટ: ગુજરાતમાં ફરવા લાયક સ્થળ પણ ઘણા બધા છે. પણ હાલની ઋતુ પ્રમાણે ફરવા માટે જવું હોય તો લોકો પ્રાકૃતિક સ્થળની મુલાકાત લેતા હોય છે. ત્યારે ગુજરાતમાં ઘણા જંગલો તથા ડુંગરાળ પ્રદેશ ની મુલાકાત લેતા હોય છે. આ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે અને વરસાદ પણ સારો એવો પડી ગયો છે. ત્યારે આ જંગલો તથા ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય છે. આ પ્રકૃતિનો આનંદ માણવા માટે ગુજરાતના મિનિ કશ્મીર તરીકે ઓળખાતા Polo Forest જવું જોઈએ. આ Polo Forest માં ક્યાં ક્યાં સ્થળ જોવા લાયક છે તે જોઈએ નીચે મુજબ.

Polo Forest વિશે

ગુજરાતમાં આવેલું છે મીની કાશ્મીર એટ્લે Polo Forest. જાણીને નવાઈ લાગશે પણ આ સત્ય હકિકત છે. Polo Forest આ નામ આ સ્થળ હાલ ગુજરાતીઓ માટેનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું આ પ્રાકૃતિક સ્થળ ચોમાસામાં પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. પોલોનું જંગલ સાંબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી દૂર અને અમદાવાદથી 160 કિમી દૂર છે. તથા રાજસ્થાનના ઉદયપુરથી 120 કિમી ના અંતરે આવેલું છે. અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 દ્વારા પહોંચી શકાય છે. જાહેર પરિવહન ઉપલબ્ધ છે. જો કે આ માટે પહેલેથી તપાસ કરીને જવું. જંગલની બરાબર વચ્ચે થઈને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને કેટલાક નાના આડબંધ પણ બાંધવામાં આવેલા છે.

આ પણ વાંચો: ભારતના સૌથી વધારે નોકરીમાં પગાર આપતા 10 રાજ્યો, જાણો ગુજરાતનો ક્રમ કેટલામો?

ગુજરાતની બોર્ડર પર આવેલી સ્થળ

Polo Forestના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. આખું વર્ષ તમે પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો તમને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે. એટલું નહીં અહીં બાજુમાં જ રાજસ્થાન બોર્ડર આવેલી છે. એ પણ એક કારણ છેકે, ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતની બોર્ડર પર આવેલાં આ સ્થળે લોકો પલળવા માટે પહોંચી જાય છે.

ગુજરાતનું મીની કાશ્મીર

પોલોનું જંગલ 300 ચોરસ કિલોમીટરની વિશાળ કંદરાઓમાં ફેલાયેલું છે. હાલ સાબારકાંઠામાં મેઘરાજાના થયેલા આગમન બાદ સોળે કળાએ આ વિસ્તાર ખીલી ઉઠયો છે. આખા જંગલમાં હરણાવ નદી પણ પ્રવાસીઓ માટે આકર્ષનું મુખ્ય કેન્દ્ર બન્યું છે તો નાના ઝરણા અને જંગલમાંથી વહેતા નીર પક્ષીઓની કિલકારીઓ સાંભળીને લોકોને મિની કશ્મીરમાં આવ્યા હોવાની અનુભૂતી મહેસુસ થઈ રહી છે. સાબરકાંઠા જીલ્લામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશી એ તો પોતાની કવિતાઓમાં પણ પોલોના જંગલને મીની કાશ્મીર તરીકેની ઉપમા આપી છે.

આજુબાજુના જોવાલાયક સ્થળો

આ Polo Forest સાથે તમને અભાપુરનું શક્તિમંદર, કલાત્મક છત્રીઓ, શરણેશ્વર મહાદેવ, રક્ત ચામુંડા, લાખેણાના દેરા, સદેવંત સાવળિંગાના દેરા જેવા સ્થળો જોવા લાયક છે. ગુજરાત સરકાર દ્વારા પોલો ફેસ્ટિવલનું પણ આયોજન થાય છે.

આ પણ વાંચો: વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. જુઓ તેના ફીચર અને કિંમત વિશે.

ફોટોગ્રાફી માટે

પોલોના જંગલોની વાત કરીએ તો ખાસ કરીને અહીં વીડિયોગ્રાફી, શુટિંગ, ફોટોગ્રાફી કે વનડે કે બે દિવસની પિકનિક માટે લોકો વધુ આવે છે. આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકી યુગના મંદિરો આવેલા છે. તથા વણજ ડેમ અને ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઈટ આવેલા છે. અહીં ઉમરાના વૃક્ષના મૂળમાંથી ગુપ્ત ગંગા એટલે કે પાણીનો સ્ત્રોત પણ વહે છે જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

Polo Forestનો ઈતિહાસ

પ્રાચીન પોલો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે. ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15 મી સદીમાં આ સ્થળ કબજે કરાયું હતું.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Polo Forest
Polo Forest

આ પોલો ફોરેસ્ટ ગુજરાતનાં ક્યાં જીલ્લામાં આવેલું છે ?

સાબરકાંઠા જીલ્લામાં

પોલો ફોરેસ્ટ કેટલા ચોરસ કિલોમીટરમાં ફેલયેલું છે ?

300 ચોરસ કિલોમીટરમાં

પોલો ફોરેસ્ટ ની આજુબાજુના જોવા લાયક સ્થળ ક્યાં છે ?

અભાપુરનું શક્તિમંદર, કલાત્મક છત્રીઓ, શરણેશ્વર મહાદેવ, રક્ત ચામુંડા, લાખેણાના દેરા, સદેવંત સાવળિંગાના દેરા વગેરે જોવા લાયક છે.

1 thought on “Polo Forest: ગુજરાતના મિનિ કશ્મીર તરીકે ઓળખાતું આ પોલો ફોરેસ્ટ, શું તમે જોયું છે આ રમણીય સ્થળ,”

Leave a Comment